સુરેન્દ્રનગર:પાટડીના માવસરના પાટીયા સામે LCBએ ૫.૧૦ લાખના દારૂ સહિતના મુદ્દામાલ સાથે એક ઝડપાયો

0
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની બદીને નેસ્તનાબૂદ કરવાના ભાગરૂપે, નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગિરીશ પંડયા (IPS) ની સૂચના અને માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ ઝુંબેશ હાથ ધરી છે. આ અંતર્ગત, પાટડીથી દશાડા જતા રોડ પર માવસરના પાટીયા પહેલા એક પુલ પાસેથી સ્વિફ્ટ કારમાંથી ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા અને પો. સબ. ઇન્સ. જે.વાય. પઠાણ દ્વારા LCB અને પેરોલ ફર્લો પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાંથી પસાર થતા હાઇવે રોડ પર સઘન પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ પેટ્રોલીંગ દરમિયાન, બાતમીના આધારે પાટડીથી દશાડા જતા માવસરના પાટીયા પહેલા પુલ પાસે રોડ પરથી એક સફેદ કલરની સ્વિફ્ટ ગાડી (રજી. નંબર GJ.18.BE 0155) ને અટકાવવામાં આવી હતી.
વાહન તલાશી લેતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ બોટલ, બિયર અને ચપલા મળી કુલ ૪૭૯ નંગ દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત ₹૩,૦૦,૩૧૦ આંકવામાં આવી છે. આ ઉપરાંત, ₹૨,૦૦,૦૦૦ની સ્વિફ્ટ ગાડી અને ₹૧૦,૦૦૦ નો એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આમ, કુલ ₹૫,૧૦,૩૧૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ બનાવમાં, માજોગારામ દેરાજરામ સારણ જાટ (રહે. ૧૪૮, ગંગાના જોધપુર, બાલાજીનગર, બોરનાડા, જોધપુર શહેર, રાજસ્થાન) નામનો ઇસમ પકડાયો હતો. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓમાં અરવિંદભાઈ ઉર્ફે રાજુભાઈ દાદુભાઈ ગઢવી (રહે. મોરબી, મો.નં. ૮૯૮૦૭૪૯૬૮૭) અને ગાડી રજી. નંબર GJ.18.BE 0155 નો માલિક ફરાર છે, જેને પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલ આરોપી વિરુદ્ધ પાટડી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારા મુજબનો ગુનો રજીસ્ટર કરી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પો. સબ. ઇન્સ. જે.વાય. પઠાણ, પો. કોન્સ. પ્રતાપસિંહ રાઠોડ, પો. કોન્સ. મેહુલભાઈ મકવાણા, પેરોલ ફર્લો સ્કોડના પો. હેડ કોન્સ. અજયવિરસિંહ ઝાલા, પો. હેડ કોન્સ. દશરથભાઈ ઘાંઘર, પો. કોન્સ. સંજયભાઈ પાઠક, ડ્રા. પો. કોન્સ. વિજયસિંહ રાઓલ સહિતના સામેલ પોલીસ અધિકારીઓ/કર્મચારી જોડા યા હતા.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top