સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગિરીશ પંડયા (IPS) ની સૂચનાથી, LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) એ પ્રોહિબિશન અને જુગારની બદીને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા માટે ઝુંબેશ હાથ ધરી છે. આ અંતર્ગત, પાટડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૪,૨૯,૧૪૦ની કિંમતનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા અને પો. સબ. ઇન્સ. જે.વાય. પઠાણ ના માર્ગદર્શન હેઠળ LCB અને પેરોલ ફર્લો પોલીસ સ્ટાફની ટીમોએ જિલ્લાના ગ્રામ્ય અને સીમ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન, બાતમીના આધારે પાટડીના ગોરીયાવાડ ગામની સીમમાં આવેલ તલાવડી પાસેથી જાહેરમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે ઘટનાસ્થળેથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નાની-મોટી બોટલો અને બિયરના ટીન મળી કુલ ૧૪૫૧ નંગ દારૂનો જથ્થો કબજે કર્યો હતો, જેની કુલ કિંમત ૪,૨૯,૧૪૦ થાય છે. આ અંગે પાટડી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારા મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ પ્રકરણમાં મુખ્ય આરોપી નરેન્દ્રસિંહ ભરતસિંહ ઝાલા (રહે. ગોરીયાવાડ, તા. પાટડી, જી. સુરેન્દ્રનગર) ફરાર છે, જેને પકડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.જે. જાડેજા,
પો. સબ. ઇન્સ. શ્રી જે.વાય. પઠાણ, પો. કોન્સ. પ્રતાપસિંહ રાઠોડ, પો. કોન્સ. મેહુલભાઇ મકવાણા, પેરોલ ફર્લો સ્ક્વોડના પો. હેડ કોન્સ. અજયવિરસિંહ ઝાલા, પો. હેડ કોન્સ. દશરથભાઇ ઘાંઘર, પો. કોન્સ. સંજયભાઇ પાઠક, પો. કોન્સ. વિજયસિંહ રાઓલ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ રોકાયેલ.