નાયબ પોલીસ અધિક્ષક પુરોહિતની સફળતા: પાટડી ગુન્હામાં ચાર માસથી ફરાર આરોપી ઝડપાયો

0
પાટડી પોલીસ સ્ટેશનના ગુન્હા ર.નં. ૧૧૨૧૧ ૦૦૫૨૫ ૦૦૨૩/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૧૦૫ વિ. મુજબના ગુન્હામાં છેલ્લા ચાર માસથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવામાં ધ્રાંગધ્રા ડિવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.ડી.પુરોહિતને મોટી સફળતા મળી છે. મહે. પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ વિભાગ, રાજકોટ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી સુરેન્દ્રનગર દ્વારા નાસતા-ફરતા આરોપીઓને અટક કરવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ગુન્હો BNS કલમ ૧૦૫, ૧૨૫, ૫૪, એટ્રોસીટી એક્ટ કલમ ૩(૧)(જે), ૩(૨)(૫) તેમજ પ્રોહિબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રીહેબીટેશન એક્ટ-૨૦૧૩ ની કલમ ૫, ૬, ૭ ના ભંગ બદલ કલમ ૮, ૯ હેઠળ નોંધાયેલ હતો. શ્રી પુરોહિતે આ ગુન્હાની તપાસનું નેતૃત્વ કર્યું હતું.
આરોપીને ઝડપી પાડવા માટે શ્રી પુરોહિતે નામદાર ધ્રાંગધ્રા કોર્ટમાંથી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ ૭૨ મુજબ વોરંટ મેળવ્યું હતું. તેમણે અલગ-અલગ ટીમો બનાવી, અસરકારક અને પરિણામલક્ષી કાર્યવાહી કરવા માટે જરૂરી સુપરવિઝન રાખ્યું હતું. સઘન તપાસ કરવા ઉપરાંત, અખબારોમાં પણ આરોપી વિશેની માહિતી પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
આ પ્રયાસોના ફળસ્વરૂપે, પાટડી નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હર્ષદભાઇ દાનુભાઇ વિરભાણભાઇ કટારીયા (રહે. મોટો વાસ, કુંવારદ, તા. શંખેશ્વર, જી. પાટડી) ની આજરોજ તારીખ ૦૪/૦૬/૨૦૨૫ ના રોજ ધરપકડ કરવામાં આવી છે. આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top