લીંબડી નજીકથી ૬ જુગારીઓ રૂ.૧.૧૫ લાખના મુદ્દામાલ સાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપાયા

0
સુરેન્દ્રનગર LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા લીંબડી તાલુકાના સૌકા-પાદરી ગામ વચ્ચે જાહેરમાં ગુડદી પાસાનો જુગાર રમતા છ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.૧,૧૦,૦૦૦ સહિત કુલ રૂ.૧,૧૫,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગિરીશ પંડયા (IPS)ના કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા ગુનાખોરી અટકાવવાના ખાસ એક્શન પ્લાન અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. LCB PI જે.જે. જાડેજા અને PSI જે.વાય. પઠાણના માર્ગદર્શન હેઠળ LCB ટીમે ચોક્કસ બાતમીના આધારે સૌકા-પાદરી ગામ વચ્ચે આવેલી તલાવડી નજીક સરકારી વીડમાં દરોડો પાડ્યો હતો.
ઝડપાયેલા આરોપીઓમાં ભૂપતભાઈ દેવાભાઈ બસિયા (રાજકોટ), ચતુરભાઈ બેચરભાઈ સંતોકી (મોરબી), ખીમાભાઈ કાનજીભાઈ રાઠોડ (રાજકોટ), રજાકભાઈ નૂરમહમદભાઈ ચુડાસમા (રાજકોટ), સલીમભાઈ દિલાવરભાઈ પઠાણ (લીંબડી) અને એક મહિલા ઈસમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વિરેન્દ્રસિંહ ઉર્ફે વિકી કિરીટસિંહ ઝાલા, મુકેશભાઈ ભગવાનસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ અમરસંગભાઈ સોલંકી, અમિતભાઈ જીતેન્દ્રભાઈ સોલંકી, દિનેશભાઈ જીવણભાઈ મુંધવા, વિશાલભાઈ ખોડાભાઈ બોહકિયા, અને મયુરસિંહ પ્રવિણસિંહ ઝાલા સહિત અન્ય સાત આરોપીઓ હજુ ફરાર છે, જેમને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસે જુગારીઓ પાસેથી રૂ.૧,૧૦,૦૦૦/- રોકડા, ૧ મોબાઈલ ફોન (કિંમત રૂ.૫,૦૦૦), ૨૨ ગુડદી પાસા, ૧ પ્લાસ્ટિકની લાકડી, ૪ પ્લાસ્ટિકના ગ્લાસ અને ૧ પાથરવાની મેટ સહિત કુલ રૂ.૧,૧૫,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top