એક કદમ આત્મનિર્ભરતા તરફ:મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના હેતુસર મિશન મંગલમ્ શાખા અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાના સંયુક્ત ઉપક્રમે તાલીમ યોજાઈ

0
દસાડા તાલુકાની ૭૦ થી વધુ બહેનો તાલીમ થકી બની આત્મનિર્ભર
મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના હેતુસર મિશન મંગલમ્ શાખા અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાના સંયુક્ત ઉપક્રમે સુરેન્દ્રનગર જિલ્લામાં કોચાડા ગામ ખાતે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. 
દસાડા તાલુકાના કોચાડા ગામ ખાતે સ્વ સહાય જૂથની બહેનોને પગભર કરવા અને તેમના કૌશલ્યમાં વધારો કરવાના હેતુસર હર્બલ સાબુ, શેમ્પુ, ફેશવોસ, હેર ઓઈલ અને વેક્સ ક્રીમની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં ગામની અંદાજીત ૨૬ જેટલી બહેનો જોડાઈ હતી. ૦૬ દિવસ માટે આયોજિત આ તાલીમમાં સ્વ સહાય જૂથની બહેનોને કેસૂડા, તુલસી સહિતના વિવિધ ફ્લેવરના સાબુ અને ફેશવોસ બનાવતા શીખવવામાં આવ્યા હતા.
આ તાલીમના અંતે તમામ તાલીમાર્થી બહેનોને તાલુકા લાઈવલીહુડ મેનેજરશ્રી, પ્રોજેક્ટ મેનેજર અને આરસેટીના શ્રી ચિરાગભાઈ જોષીની ઉપસ્થિતમાં સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.
તાલીમાર્થી શ્રીમતી શિલ્પાબહેને પોતાના અનુભવો જણાવતા કહ્યું હતું કે, આ તાલીમમાં યોગ્ય માર્ગદર્શન અને સહકાર મળ્યા બાદ હવે અમે સાબુ, શેમ્પુ અને ફેસવોશ બનાવીને વેચાણ કરીશું અને આવક મેળવી આત્મનિર્ભર બનીશુ. તેમણે આ ઘર આંગણે તાલીમ બદલ મિશન મંગલમ્ અને આરસેટીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
નોંધનીય છે કે,
વર્ષ ૨૦૨૫-૨૬ અન્વયે આરસેટી તાલીમ અંતર્ગત દસાડા તાલુકામાં સ્વ સહાય જૂથના ૧૧૦ બહેનોને તાલીમ આપવાનાં લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં ૭૦થી વધુ બહેનોને તાલીમ અપાઈ ચુકી છે. આ પ્રકારની તાલીમ મહિલાઓને માત્ર કૌશલ્ય પ્રદાન કરતી નથી, પરંતુ તેમને આર્થિક રીતે સક્ષમ બનાવીને સમાજમાં તેમનું સ્થાન મજબૂત કરવામાં પણ મદદરૂપ થાય છે. મિશન મંગલમ્ અને SBI નો આ સંયુક્ત ઉપક્રમ મહિલા સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top