મદદનીશ શિક્ષણ નિરીક્ષકશ્રીઓ થકી મળશે માર્ગદર્શન-પરીક્ષા માટે ધો. ૧૦ના વિદ્યાર્થીઓ માટે ૧૩ કેન્દ્રો, ધો.૧૨ સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ૨ કેન્દ્ર
સુરેન્દ્રનગર જિલ્લામાં ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ સદંર્ભે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા તા. ૨૩.૦૬.૨૦૨૫ થી તા. ૦૩.૦૭.૨૦૨૫ સુધી કંટ્રોલરૂમ સવારે ૭.૩૦ થી રાત્રિના ૦૮.૦૦ કલાક સુધી કાર્યરત થશે. આ કંટ્રોલ રૂમ ખાતે સર્વે મદદનીશ શિક્ષણ નિરીક્ષક શ્રી ડો. પી. વી. મોબાઈલ નં. ૯૯૭૮૪૩૪૩૭૭, શ્રી જી. એન. પારઘી મોબાઈલ નં. ૯૭૨૩૮૧૪૪૧૪ તેમજ કચેરીનો નંબર ૦૨૭૫૨ ૨૮૪૧૭૦ અને ઈમેઈલ આઈડી snagardeo@gmail.com ઉપર સંપર્ક સાધી શકાશે.
અત્રે નોંધનીય છે કે, જિલ્લામાં ધો.૧૦ માટે (૧) ડી.એન.ટી.હાઈસ્કૂલ, જોરાવરનગર (૨) પી.જી.એન.એમ.એસ.ગર્લ્સ હાઈસ્કૂલ, રતનપર અન્ડરબ્રીજની પાસે, જોરાવનગર (૩) જે.એન. વી. હાઈસ્કૂલ, એમ. પી. શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ પાછળ, સુરેન્દ્રનગર (૪) એસ એચ ગોલાણી માધ્યમિક શાળા, એમ વી એચ વસોયા લેઉવા પાટીદાર વિદ્યા સંકૂલ, મૂળચંદ રોડ વઢવાણ (૫) એમ.યુ.શેઠ ગર્લ્સ હાઇસ્કૂલ, દાજીપરા, સ્ટેશન રોડ, વઢવાણ સીટી (૬) એમ ટી દોશી સાર્વજનિક હાઇસ્કૂલ, લાખુ પોળ, વઢવાણ (૭) શ્રી દાજીરાજ હાઇસ્કૂલ, ખારવાની પોળની બહાર દાજીપરા, વઢવાણ સીટી (૮) એમ એમ.શાહ ગર્લ્સ હાઈસ્કૂલ, વિકાસ વિદ્યાલય કમ્પાઉન્ડ વઢવાણ સીટી (૯) સરસ્વતી કન્યા વિદ્યાલય, બોડા તળાવ મૂળચંદ રોડ વઢવાણ સીટી (૧૦) સી.પી.ઓઝા શારદા મંદિર હાઈસ્કૂલ, સમય કાર્યાલય સામે, સુરેન્દ્રનગર (૧૧) સનસાઇન ઇન્ટરનેશનલ સ્કૂલ, સિદ્ધી વિનાયક સોસાયટી, એસ ટી નગરની પાસે, ૮૦ ફૂટ રોડ, વઢવાણ (૧૨) વન વર્લ્ડ વિદ્યાલય, સી.યુ.શાહ મેડિકલ હોલ, ૮૦ ફૂટ રોડ, GIDC વઢવાણ (૧૩) ઇન્ડીયન પબ્લિક સેકન્ડરી સ્કૂલ, અક્ષર ટાઉનશીપ, ન્યુ એસ. પી. વિદ્યાલય, ન્યુ ૮૦ ફૂટ રોડ, સુરેન્દ્રનગર સહીત કુલ ૧૩ ખાતે કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. તદુપરાંત ધો.૧૨ સામાન્ય પ્રવાહ માટે (૧) આર.એ.પટેલ બોયઝ હાઈસ્કૂલ, ૬૦ફૂટ રોડ, મહિલા કોલેજ પાસે, પટેલ બોર્ડીંગ કેમ્પસ વઢવાણ સીટી તેમજ (૨) કે.પી.ગર્લ્સ હાઈસ્કૂલ, ૬૦ફૂટ રોડ, મહિલા કોલેજ પાસે, પટેલ બોર્ડીંગ કેમ્પસ વઢવાણ સીટી સહીત બે કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. જયારે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે આર.પી.પી ગર્લ્સ હાઈસ્કૂલ, સી.જે. હોસ્પિટલ પાસે તેમજ સદગુનાબેન સી.યુ.શાહ વિકાસ ગર્લ્સ હાઈસ્કુલ, રોટરી હોલ, મેળા મેદાન, સુરેન્દ્રનગર સહીત બે કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે.