સુરેન્દ્રનગર LCBનો સપાટો: પાટડીમાં ગુપ્ત ખાનામાંથી રૂ. ૬.૨૪ લાખનો દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો, આરોપી ફરાર

0
સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) પાટડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી કરતા ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે તળાવની પાળ પાસે એક રહેણાક મકાનમાં ગુપ્ત ખાનું બનાવીને સંતાડવામાં આવેલો રૂપિયા ૬,૨૪,૦૦૦ની કિંમતનો પ્રોહી મુદ્દામાલ કબજે કર્યો છે. જો કે, આ બનાવમાં સંડોવાયેલો આરોપી રાકેશ ઉર્ફે રાકલો દશરથભાઇ ઠાકોર ઘટના સ્થળે હાજર મળી આવ્યો ન હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગિરીશ પંડયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહી અને જુગારની બદીને ડામવા માટે એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર બી.એચ.સિંગરખીયા અને પો.સબ.ઇન્સ જે.વાય પઠાણ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી.
એલસીબી ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે પાટડી તળાવની પાળ પાસે રાકેશ ઉર્ફે રાકલો દશરથભાઇ ઠાકોરના રહેણાક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન મકાનના ધાબા પર બનાવેલા એક ગુપ્ત ખાનામાંથી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની ૧૮૦ એમ.એલની ૨૧૬૦ નાની બોટલો, જેની કિંમત રૂ. ૨,૫૪,૦૦૦ છે, અને ૧૬૮૦ બિયર ટીન, જેની કિંમત રૂ. ૩,૬૯,૬૦૦ છે, મળી આવ્યા હતા. આમ, પોલીસે કુલ રૂ. ૬,૨૪,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ કાર્યવાહીમાં એલસીબી ટીમ સુરેન્દ્રનગરના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર બી.એચ.સિંગરખીયા, પો.સબ.ઇન્સ જે.વાય. પઠાણ, પો.હેડકોન્સ પરીક્ષિતસિંહ ઝાલા, પો.હેડ.કોન્સ યશપાલસિંહ રાઠોડ, પો.કોન્સ પ્રતાપસિંહ રાઠોડ, પો.કોન્સ અશોકભાઇ શેખાવા અને પેરોલ ફર્લો સ્કોડના પો.હેડ.કોન્સ દશરથભાઇ ઘાંઘર, પો.કોન્સ સંજયભાઈ પાઠક અને ડ્રા.પો.કોન્સ પ્રધુમનસિંહ પરમાર સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
પોલીસે ફરાર આરોપી રાકેશ ઉર્ફે રાકલા દશરથભાઇ ઠાકોર વિરુદ્ધ પાટડી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો દાખલ કરીને તેની શોધખોળ શરૂ કરી છે. જપ્ત કરવામાં આવેલા મુદ્દામાલમાં અલગ અલગ બ્રાન્ડની ૧૮૦ એમ.એલની ૨૧૬૦ નાની બોટલો અને ૧૬૮૦ બિયર ટીનનો સમાવેશ થાય છે, જેની કુલ કિંમત રૂ. ૬,૨૪,૦૦૦ છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top