સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતેની DYSP કચેરીમાં શાંતિ સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ જ્ઞાતિના આગેવાનો અને હોદ્દેદારોએ હાજરી આપી હતી અને ટ્રાફિક નિરાકરણ માટેના સૂચનો રજૂ કર્યા હતા. બેઠકમાં DYSP વિશાલ રબારી, પીઆઇ, પીએસઆઇ સહિતના પોલીસ અધિકારીઓ અને લીંબડી પોલીસ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવી રાખવા અને લાંબા સમયથી પ્રવર્તતી ટ્રાફિકની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટેના પ્રયાસો કરવાનો હતો. પોલીસ તંત્ર દ્વારા શાંતિ સમિતિના સભ્યો સાથે મળીને શહેરની સુવ્યવસ્થા જાળવવા અને ટ્રાફિક નિયમન માટે જરૂરી પગલાં લેવાની ખાતરી આપવામાં આવી હતી.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.