પાટડીઃ જય વેલનાથ યુવક પ્રગતિ મંડળ દ્વારા પાટડીમાં ભવ્ય ૧૧મો સમૂહ લગ્નોત્સવ: ૨૧ નવદંપતીઓએ જીવનની નવી શરૂઆત કરી

0
જય વેલનાથ યુવક પ્રગતિ મંડળ, પાટડી તાલુકા ક્ષત્રિય ઠાકોર સેના અને ઠાકોર સમાજ દ્વારા પાટડી ખાતે ૧૧મા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પાટડીની શ્રી સૂરજ મલજી હાઈસ્કૂલના વિશાળ મેદાનમાં યોજાયેલા આ પ્રસંગે કુલ ૨૧ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડી, તેમના નવા દાંપત્યજીવનનો પ્રારંભ કર્યો હતો.
આ સમૂહ લગ્નોત્સવમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય પી.કે. પરમાર, સંગઠન પ્રમુખ રમેશભાઈ ઠાકોર, દિલીપભાઈ પટેલ, પાટડી શહેર ભાજપ પ્રમુખ વિરલભાઈ સોની સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, વિવિધ જગ્યાના સંતો-મહંતોએ પણ હાજરી આપી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા.
ઠાકોર સમાજ દ્વારા આયોજિત આ સમૂહ લગ્નોત્સવ સામાજિક એકતા અને સંસ્કાર જાળવણીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આવા આયોજનો થકી સમાજમાં સંગઠન અને સહકારની ભાવના વધુ દ્રઢ બને છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top