સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને નાયબ કલેકટર ચોટીલા દ્વારા તાબાના થાનગઢ પોલીસ સ્ટેશનની તા. ૧૬ મે-૨૦૨૫ ના રોજ સમય ૧૨/૩૦ કલાકે તપાસણી કરવામાં આવેલ હતી. ત્યારે આ તપાસણીમા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને નાયબ કલેકટર ચોટીલા એચ.ટી.મકવાણા દ્વારા તમામ રેકર્ડ અને કામગીરીની ઝીણવટભરી તપાસ કરી હતી.
જેમાં ફરજ પરના તમામ કર્મચારી હાજર છે કે કેમ ? તથા પોલીસ સ્ટેશન માં નિભાવના થતા તમામ રજીસ્ટરો જેવા કે મુદામાલ રજીસ્ટર, અકસ્માત કેસોના રજીસ્ટર, હથિયાર પરવાના રજીસ્ટર, હિસ્ટ્રી રજીસ્ટર, SAR રજીસ્ટર, ખાટીયાત રજીસ્ટર, હિસાબી રજીસ્ટર FIR રજીસ્ટર, સ્ટેશન ડાયરી, કોર્ટ સમરી રજીસ્ટર વિગેરે રજીસ્ટરો તેમજ અટકાયતી પગલા અંગે પ્રકરણ 9 મુજબના સુલેહ શાંતિ અને સારાવર્તન અંગેના શું શું અટકાયતી પગલા લેવામાં આવેલ છે જેવી તમામ બાબતોની તપાસણી કરવામાં આવી હતી.
વધુમાં મુદ્દામાલ રજીસ્ટરની વિગતે હથિયાર નિભાવણી મુદ્દા માલ જનરલ તેમજ વ્હીકલ ગુના અંગેનો મુદ્દામાલ ની રેન્ડમલી ચકાસણી કરવામાં આવેલ અને સાથો સાથ પોલીસ સ્ટેશનની સ્વચ્છતા, રેકોર્ડ રૂમ, cctv તેમજ લોકઅપ ની તપાસણી કરવામાં આવી હતી.
તેમજ પોલીસ સ્ટેશનમાં નાગરિકોને રાજ્ય સરકાર તરફથી પૂરી પાડવામાં આવતી સેવાઓ અને ગુનાઓ થતા અટકાવવા માટે તેવા ગુના થયા બાદ કરવામાં આવતી કાર્યવાહી ૯૦ દિવસ ઉપર એક પણ તપાસ (ચાર્જશીટ) પેન્ડિંગ નથી તે અંગે ચકાસણી કરવામાં આવી હતી.