સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા હાથ છોડીને બાઇક ચલાવી સ્ટંટ કરતા એક બાઇકચાલક સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં સ્ટંટબાજ બાઇકચાલક સીટી એ ડિવિઝન પોલીસે કડક પગલાં ભર્યા હતા.
આ બનાવવાની જાણવા મળતી વિગત મુજબ બાઇકચાલક દ્વારા પોતાના અને અન્ય લોકોના જીવને જોખમમાં મૂકવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા(ઇંસ્ટાગ્રામ) વાયરલ થયો હતો. આથી
સુરેન્દ્રનગર સીટી પોલીસે બાઇકચાલકને કાયદાનું ભાન કરાવી અને તેના વિરુદ્ધ યોગ્ય કાનૂની કાર્યવાહી કરી હતી. ત્યારે આ કાર્યવાહીનો હેતુ અન્ય લોકોને પણ આવા જોખમી સ્ટંટ ન કરવા માટે એક દાખલો બેસાડવાનો છે. આથી સુરેન્દ્રનગર પોલીસ દ્વારા નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે કરવામાં આવતી કામગીરી જોવા મળી હતી.