સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ફાયર સ્ટેશન ખાતે આજે માનનીય કમિશનરશ્રી, નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી અને અન્ય હાજર અધિકારીશ્રીઓ દ્વારા મહાનગરપાલિકા પાસે ઉપલબ્ધ ફાયર એમ્બ્યુલન્સ, મિની ફાયર ટેન્ડર, વોટર બાઉઝર, ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ અને રેસ્ક્યુ કીટ જેવા અગત્યના સાધનોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત, અંડર વોટર ડાઇવિંગ કેમેરા અને રિમોટ ઓપરેટેડ રેસ્ક્યુ બોટ જેવા અધ્યતન સાધનોની પણ સમીક્ષા કરવામાં આવી હતી. ફાયર વિભાગના તમામ કર્મચારીઓની ઉપલબ્ધ સાધનો અંગેની તાલીમ અને જાણકારીની ચકાસણી કરવામાં આવી હતી.સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારની આકસ્મિક ઘટનાને પહોંચી વળવા માટે પોતાની સજ્જતા સુનિશ્ચિત કરવામાં આવી છે, એમ મહાનગરપાલિકાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. આ નિરીક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરની સલામતી અને નાગરિકોની સુરક્ષાને વધુ સુદૃઢ કરવાનો છે.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.