વઢવાણના રેલવે ગ્રાઉન્ડ ખાતે રાત્રિ પ્રકાશ ટેનિસ ટુર્નામેન્ટમાં ધર્મ ટીમ વિજય અને મારૂતિનંદન રનર્સઅપ બની

0
આંતકવાદી હુમલામાં માર્યા ગયેલા દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ- રાષ્ટ્રગાન થકી  દેશદાજનો માહોલ છવાયો 
કાશ્મીર ઘાટીમાં આંતકવાદી હુમલામાં માર્યા ગયેલા દિવંગત આત્માઓના મોક્ષાર્થે બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. બાદમાં રાષ્ટ્રગાન સાથે ફાયનલ મેચ શરૂ થઈ હતી જેમાં વઢવાણ ની ધર્મ ટીમ વિજેતા અને મારુતિન્દન ઉપવિજેતા બની હતી  આ ટુર્નામેન્ટમાં રાજ્યની 64 ટિમો વચ્ચે 15 રાત્રી દરમિયાન જંગ માં 15હજાર થી વધુ દર્શકો ઉમટીયા હતા.   
વઢવાણના રેલવે ગ્રાઉન્ડ ખાતે 1988થી રાત્રિ પ્રકાશ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. પ્રખ્યાત ખજુરી વાળા મેલડી માતાજી  મંદિરના લાભાર્થે મહેન્દ્રસિંહ સોલંકી વિક્રમસિંહ ડોડીયા ક્રિપાલસિંહ રાઠોડ અસવાર દશરથસિંહ સહિત કારડીયા રાજપુત સમાજના યુવકો દ્વારા રાત્રી પ્રકાશ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતુ. 
વઢવાણ ખાતે કલેકટર સંતો મહંતો અને સમાજના આગેવાનો તથા પ્રબુધ નાગરિકો અને ક્રિકેટ રસિકોની ઉપસ્થિતિમાં 28 એપ્રિલે ટુર્નામેન્ટનો પ્રારંભ થયો હતો. આ ટુર્નામેન્ટની ફાયનલ ગુરુવારે રમાયી હતી. જેમાં ધર્મ ટીમે 10 ઓવર માં 138 રન કર્યા હતા જયારે મારૂતિનંદન 100નો આંકડો પાર કરી શકી ન હતી. આથી ધર્મ ટીમ ચેમ્પિયન બની હતી. 
આ તકે રાજ્ય સરકારના નાયબ દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ શિહોરા, ભવાનીસિંહ મોરી, દિપસંગભાઈ ડોડીયા, ધીરુભાઈ સિંધવ, દોલુભા ડોડીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. ખજૂરીવાળી મેલડી માતાજીના લાભાર્થે રમાનાર વઢવાણ કપ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નિહાળવા સુરેન્દ્રનગર, વઢવાણ , જોરાવનગર , રતનપર અને જિલ્લાભરમાંથી અંદાજે 15,000 રસિકો ઉમટી પડ્યા હતા.  
મેન ઓફ ધી મેચ, બેસ્ટ બોલર , બેસ્ટ ફિલ્ડર, બેસ્ટ કેચ, હાઈએસ્ટ સિક્સરનું કૌવત દાખવનાર  ક્રિકેટરોને ઈનામોની લ્હાણી
આ ટુર્નામેન્ટ દરમિયાન દરરોજ 4થી વધુ મેચો રમાયાઈ હતી. જે દરેક મેચ 10 ઓવરની રહેશે. આ ટુર્નામેન્ટમાં લાઈવ સ્કોરીગ અને મેચની જાણકારી માટે એપ બનાવાઈ હતી. આ ર્નામેન્ટમાં રાજ્યભરની ટીમો ઉપરાંત  કેટલાક નામાંકિત સ્ટાર ખેલાડીઓની ઝલક જોવા મળી હતી.  

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top