સુરેન્દ્રનગર શહેરના વઢવાણ ૮૦ ફૂટ રોડ પર આવેલી શિવમ્ પાર્ક અને શ્રીહરી પાર્ક સોસાયટીના રહીશો ગેરકાયદેસર દબાણો, અપૂરતા પાણી પુરવઠા અને અધૂરા રોડના કામથી ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ અંગે સ્થાનિક ભાઈ-બહેનો દ્વારા સુરેન્દ્રનગર નગરપાલિકાના જવાબદાર અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. મુખ્ય સમસ્યાઓ અને રજૂઆતોમા ગેરકાયદેસર દબાણો: શિવમ્ પાર્ક અને શ્રીહરી પાર્ક સોસાયટીઓના રસ્તાઓ પર મોટા પાયે ગેરકાયદેસર દબાણો થઈ ગયા છે, જેના કારણે સ્થાનિકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. આ અંગે અગાઉ પણ લેખિતમાં જાણ કરવામાં આવી હોવા છતાં દબાણ દૂર કરવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.આ વિસ્તારમાં 'નલ સે જલ' યોજના હેઠળ નવી પાઈપલાઈન નાખવામાં આવી નથી. જ્યાં નવી લાઈન નાખવામાં આવી છે ત્યાં વાલ્વ લગાવવામાં આવ્યા નથી કે પાણીનું ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું નથી. જૂની લાઈનમાં પણ ગંદુ અને અપૂરતું પાણી આવતું હોવાની ફરિયાદો છે. અધૂરા સી.સી. રોડ: સોસાયટીઓમાં સી.સી. રોડના કામમાં બે ટુકડા બાકી રહી ગયા છે, જેના કારણે વરસાદની મોસમમાં પાણી ભરાવાની અને અવરજવરમાં વધુ મુશ્કેલી પડવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોએ આશા વ્યક્ત કરી છે કે નગરપાલિકા સત્તાવાળાઓ આ ગંભીર સમસ્યાઓ પર ધ્યાન આપીને તાત્કાલિક ધોરણે ઉકેલ લાવશે, જેથી રહીશોની મુશ્કેલીઓનો અંત આવે.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.