ઓમનગરનો તેજસ પહોંચ્યો નોઈડા: સીમા હૈદર પર કર્યો હુમલો, સુરેન્દ્રનગર પોલીસ તપાસમાં જોડાઈ

0
ઉત્તરપ્રદેશના નોઈડામાં પાકિસ્તાનથી આવીને પ્રેમલગ્ન કરનાર સીમા હૈદર પર ૩ મેં ૨૦૨૫ને શનિવારે એક શખસે હુમલો કર્યો હતો. આ હુમલો કરનાર વ્યક્તિની ઓળખ ગુજરાતના સુરેન્દ્રનગર શહેરના હોવાનું સામે આવ્યું છે. ત્યારે સ્થાનિક રહીશો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરની ટીબી હોસ્પિટલ પાછળ ઓમનગર વિસ્તારમાં રહેતો તેજસ જાની નામનો યુવક ઘણા વર્ષોથી અહીં એકલો રહેતો હતો.
વધુમાં જાણવા મળ્યું છે કે તેજસ છેલ્લા બે દિવસથી ઘરેથી ગુમ હતો અને ત્યારબાદ તે દિલ્હી પહોંચ્યો હતો. તપાસ દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે તે છેલ્લા કેટલાક દિવસોથી અસ્થિર મગજની સ્થિતિમાં રહેતો હતો અને મોટાભાગે ફોનમાં વ્યસ્ત રહેતો હતો.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરેન્દ્રનગર સિટી પોલીસ અને લોકલ ઇન્ટેલિજન્સ બ્યુરો (LIB)ની ટીમ તાત્કાલિક તેજસ જયેન્દ્ર જાનીના ઘરે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસ આ ઘટનાને લઈને વધુ માહિતી એકત્ર કરી રહી છે અને તેજસની માનસિક સ્થિતિ અંગે પણ તપાસ તેમજ આરોપીનો મોબાઇલ જપ્ત કરવામાં આવ્યો છે. તેની કોલ ડિટેલ્સની તપાસ કરવામાં આવી રહી છે. વધુમાં નોઈડા પોલીસ પણ આ મામલે સુરેન્દ્રનગર પોલીસ સાથે સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે.!
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top