મૂળી તાલુકા સંકલન સમિતિની બેઠક યોજાઈ, પડતર પ્રશ્નોનો નિવેડો લવાયો

0
સુરેન્દ્રનગર જીલ્લાના મૂળી નાયબ કલેકટર એચ.ટી. મકવાણાના અધ્યક્ષ સ્થાને તા. ૦૬/૦૫/૨૦૨૫ ના રોજ મૂળી ખાતે તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. બપોરે ૩:૦૦ કલાકે શરૂ થયેલી આ બેઠકમાં અગાઉના પડતર રહેલા વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
આ બેઠકમાં ઉપસ્થિત તમામ અધિકારીઓને લોકાભિમુખ, પારદર્શક અને ન્યાયપૂર્ણ અભિગમ રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આરોગ્ય, શિક્ષણ, આંગણવાડી, પંચાયત, પુરવઠા અને ફોરેસ્ટ વિભાગોને લગતા જુદા જુદા પ્રશ્નો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આંતરિક પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવ્યું હતું. વધુમાં, સરકારશ્રી દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા ઠરાવો અને પરિપત્રો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ મહત્વપૂર્ણ બેઠકમાં મૂળીના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ ઇન્સ્પેક્ટર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર તેમજ પાણી પુરવઠા અને પી.જી.વી.સી.એલ. સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top