ભર બજારમાં ચોરી: પાટડીમાં શૂટિંગ-શર્ટિંગની દુકાનમાંથી યુવતીએ ઉઠાવ્યા લાખો

0
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી શહેરના મુખ્ય બજારમાં આવેલી એક શૂટિંગ-શર્ટિંગની દુકાનમાં ધોળા દિવસે ચોરીની ઘટના બની છે. ભાવિક ટેલર્સ નામની દુકાનમાંથી એક યુવતીએ રૂપિયા ૧.૫૫ લાખની રોકડ રકમની ચોરી કરી હોવાની ફરિયાદ દુકાન માલિકે પાટડી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પોલીસે દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
બનાવની વિગતો અનુસાર, દુકાનના માલિક અમિતકુમાર રતિલાલ પરમાર મંગળવારે બપોરે આશરે ૧૨:૩૦ વાગ્યે જમવા માટે ગયા હતા. તેમણે દુકાનનું અડધું શટર બંધ રાખ્યું હતું. જ્યારે તેઓ બપોરે ૨:૩૦ વાગ્યે પાછા ફર્યા ત્યારે દુકાનના ગલ્લામાંથી રોકડ રકમ ગુમ હતી. ત્યારે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક યુવતી અડધા શટર નીચેથી દુકાનમાં પ્રવેશે છે અને ગલ્લામાંથી રૂપિયા ૧.૫૫ લાખની ચોરી કરીને ફરાર થઈ જાય છે. આ ઘટના અંગે અમિતકુમાર પરમારે તાત્કાલિક પાટડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે યુવતીની ઓળખ મેળવી તેને પકડવા માટે તપાસ હાથ ધરી છે. 
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top