રાજકોટ-અમદાવાદ હાઈવે પર ગેરકાયદેસર ખનન પર તવાઈ: ૯૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, ત્રણ ડમ્પર સીઝ

0
ચોટીલા પ્રાંત અધિકારીની ટીમે રાજકોટ-અમદાવાદ હાઈવે અને ચોટીલા-જસદણ રોડ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન રોયલ્ટી અને પાસ પરમિટ વગરના તેમજ ઓવરલોડ ભરેલા ત્રણ ડમ્પર સહિત કુલ રૂા. ૯૫.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ-અમદાવાદ હાઈવે પરથી ગેરકાયદેસર સાદી રેતી ભરેલું એક અશોક લેલેન્ડ કંપનીનું ડમ્પર (કિંમત આશરે રૂા. ૩૦.૨૧ લાખ) ઝડપાયું હતું. આ ડમ્પરના માલિક હરસુરભાઈ ગોદડભાઈ ખાચર (રહે. કાળાસર, ચોટીલા) સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત, અન્ય એક કાર્યવાહીમાં હાઈવે પરથી જ ગેરકાયદેસર રેતી ભરેલું બીજું અશોક લેલેન્ડ કંપનીનું ડમ્પર (કિંમત આશરે રૂા. ૩૫.૩૦ લાખ) કબજે કરવામાં આવ્યું છે. આ ડમ્પરના માલિક અક્ષયભાઈ રાણાભાઈ માલકીયા (રહે. ખેરડી) સામે પણ કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.
ચોટીલા તાલુકાના પાંચવડા ગામ નજીક હાથ ધરાયેલા ચેકિંગમાં ગેરકાયદેસર સાદી રેતી ભરેલું ત્રીજું ડમ્પર (કિંમત આશરે રૂા. ૩૦.૨૮ લાખ) ઝડપાયું હતું. આ ડમ્પરના માલિક રામભાઈ સામતભાઈ વરૂ (રહે. કોટડા, કુતિયાણા) વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાની ટીમે આ ત્રણેય ડમ્પરો અને તેમાં ભરેલી ખનીજ સંપત્તિ સહિત કુલ રૂા. ૯૫.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચોટીલા મામલતદાર કચેરી ખાતે સીઝ કર્યો છે. ત્રણેય ડમ્પર માલિકો સામે ગેરકાયદેસર ખનન અને વહન બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીથી ગેરકાયદેસર ખનન કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top