વઢવાણ શ્રીમતી સદ્ગુણા સી. યુ. શાહ સ્ત્રીઓનું દવાખાનું અને પ્રસુતિ ગૃહ તેમજ સરયુબેન હસમુખલાલ ન્યાલચંદ વોરા મેડીકલ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે વઢવાણ ખાતે નવી ભોજનશાળા સતવારા સમાજ, આર્ય સમાજ રોડ પર નિઃશુલ્ક મેડિકલ નિદાન અને સારવાર કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં વિવિધ રોગોના નિષ્ણાંત ડોક્ટરોએ પોતાની સેવાઓ આપી હતી, જેનો મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ લાભ લીધો હતો. ડોક્ટરો દ્વારા વિના મૂલ્યે લોકોની તપાસ કરવામાં આવી હતી અને જરૂરી સારવાર પણ પૂરી પાડવામાં આવી હતી.
સમાજના લોકો માટે આરોગ્ય સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે ઉમદા હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને સ્થાનિક લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો.
સતવારા સમાજના આગેવાનોએ આ પ્રસંગે જણાવ્યું હતું કે સમાજ ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યોનું આયોજન કરતું રહેશે, જેથી જરૂરિયાતમંદ લોકોને મદદ મળી રહે.