સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા શહેરી વિસ્તારમાં રહેતી એક યુવતીને વઢવાણ ખાતે રહેતા એક યુવક દ્વારા ભગાડી જવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાને પગલે ભોગ બનનાર યુવતીના પરિવારજનો અને હિન્દુ સંગઠનના આગેવાનોએ જિલ્લા પોલીસ અધિક્ષક (ડીએસપી) કચેરી ખાતે લેખિત રજૂઆત કરી છે.
પરિવારજનોના જણાવ્યા અનુસાર, ગત તા.૦૬ મે ના રોજ વઢવાણ ખાતે રહેતો એક ચોક્ક્સ જ્ઞાતિનો યુવક તેમની પુત્રીને લલચાવી ફોસલાવીને ભગાડી ગયો હતો. તેમણે આક્ષેપ કર્યો છે કે યુવતીને ભગાડી ગયા બાદ પોલીસ દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી.
પોતાની પુત્રીને ભગાડી જનાર ચોક્ક્સ જ્ઞાતિના શખ્સને તાત્કાલિક ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે પરિવારજનોએ ડીએસપી કચેરી ખાતે લેખિત રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનો પણ જોડાયા હતા અને તેમણે પણ પોલીસની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી.!
પરિવારજનો અને હિન્દુ સંગઠનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં પોલીસ દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓ વિવિધ હિન્દુ સંગઠનો તેમજ પરિવારજનો સાથે મળીને ઉગ્ર આંદોલન કરશે.!