ચોટીલા પ્રાંત નાયબ કલેક્ટર અને ટીમના દરોડા: મુળીના ભેટ ગામેથી ગેરકાયદેસર કાર્બોસેલનો જથ્થો જપ્ત

0
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના છેવાડાના ગામ ભેટ ખાતે આજે તા.૧૩/૦૫/૨૦૨૫ ના રોજ ચોટીલા પ્રાંતના નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણા અને તેમની ટીમે આકસ્મિક દરોડા પાડ્યા હતા. દિવસના આશરે ૪૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં બપોરના ૧-૦૦ વાગ્યાના અરસામાં પાડવામાં આવેલા આ દરોડા દરમિયાન જુદી જુદી જગ્યાએથી કાર્બોસેલનું ગેરકાયદેસર ખનન, વહન અને સંગ્રહ ઝડપાયો હતો. તંત્ર દ્વારા આ કાર્યવાહીમાં આશરે ૧૦૦ મેટ્રિક ટન કાર્બોસેલ તેમજ ૨ (બે) ચરખીઓ અને ૭ નંગ બકેટ સહિત કુલ રૂ. ૭,૦૦,૦૦૦/- (સાત લાખ રૂપિયા) નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ જવાબદાર માલિકો વિરુદ્ધ ગુજરાત પ્રિવેન્શન ઓફ ઈલલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ રૂલ્સ ૨૦૧૭ ના નિયમ-૧૪ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નાયબ કલેક્ટર શ્રી મકવાણાએ જણાવ્યું હતું કે તેમને મળેલી સત્તા અનુસાર આ જપ્તી કરવામાં આવી છે અને આ બાબતે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top