રાજકોટ જીલ્લાના ગોંડલના સુલતાનપુર ખાતેે આવેલ શ્રી માધ્યમિક શાળા (સુલતાનપુર)નું માર્ચ 2025 ની ધો. 10 (SSC)ની પરીક્ષાનું પરિણામ અત્યંત ઉત્સાહજનક રહ્યું છે. શાળાનું સરેરાશ પરિણામ 95% નોંધાયું છે, જે શાળાની મહેનત અને વિદ્યાર્થીઓની લગનની સાક્ષી પૂરે છે. આ વર્ષે, શાળાના પાંચથી વધુ વિદ્યાર્થીઓએ ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સમાજ જેવા મુખ્ય વિષયોમાં A1 ગ્રેડ મેળવીને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. એટલું જ નહીં. સાતથી વધુ વિદ્યાર્થીઓએ ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીમાં A2 ગ્રેડ પ્રાપ્ત કરીને પોતાની કાબેલિયત સાબિત કરી છે.
શાળાના આચાર્ય પરમાર સાહેબે આ અસાધારણ સફળતા બદલ તમામ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે. તેમણે ગણિત અને વિજ્ઞાનના શિક્ષક બાવળીયા સાહેબ,અશ્વિન ભાઈ વાછાણી અને હેતલ ભાઈ ગોપાલકા ગુજરાતી અને હિન્દીના શિક્ષક ભાવનાબેન વિરાણીના માર્ગદર્શન અને વિદ્યાર્થીઓ પ્રત્યેના સમર્પણની પ્રશંસા કરી હતી. ત્યારે આ તેક શાળાની મહેનત અને વિદ્યાર્થીઓની લગનથી સી.આર.સી. હરેશભાઇ સરવૈયાએ અભિનંદન પાઠવેલ છે
શાળાના તેજસ્વી તારલાઓ જેમણે ઉચ્ચ ગુણ મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે તેઓ આ પ્રમાણે છે.
(1) વૈષ્ણવ જાનવી આર. - 99.81 PR (2) પરમાર ઋષભ પી. 99.77 PR (3) સાગઠીયા ભારતી જે. 96.07 PR (4) મકવાણા રોશની એન. 94.07 PR (5) ગોંડલીયા કાવ્યા આર. - 86.96 PR (6) કુનપરા હાર્દિક એચ. 80.05 PR આ વિદ્યાર્થીઓની સિદ્ધિ બદલ સમગ્ર શાળા પરિવારે ગર્વની લાગણી અનુભવી છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવે છે. આ પરિણામ શાળાના શિક્ષકોની અથાગ મહેનત અને વિદ્યાર્થીઓની ખંતનું પ્રતિબિંબ છે.