સુરેન્દ્રનગર જિલ્લામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. જેના ભાગરૂપે આજે શહેરના બસ સ્ટેન્ડ, મોલ અને અન્ય જાહેર સ્થળો પર સ્ટેટ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમ દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ.
રાજ્યભરની પોલીસને એલર્ટ કરવામાં આવ્યા બાદ સુરેન્દ્રનગર પોલીસ પણ કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે સક્રિય થઈ છે. એસઓજીની ટીમે બસ સ્ટેન્ડ પર આવતા-જતા મુસાફરો અને તેમના સામાનનું ઝીણવટભર્યું ચેકિંગ કર્યું હતું. આ ઉપરાંત, શહેરના મુખ્ય મોલ અને જ્યાં લોકોની અવરજવર વધુ રહે છે તેવા વિસ્તારોમાં પણ તપાસ કરવામાં આવી હતી.