એસ.ઓ.જી પોલીસે સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ ઉપર નાગરીકોના વિડીયો બનાવી બ્લેક મેઇલ કરી પૈસા પડાવતા ઇસમ યોગેન્દ્ર ઉર્ફે બકરાને પાડયો:સદર આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરતા દિન ૦૩ ના રિમાન્ડ મંજૂર

0
સુરેન્દ્રનગર જીલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ.ગીરીશ પંડયા સાહેબ, IPS નાઓએ જીલ્લામાં આવેલ અસામાજિક તત્વોને પકડી પાડવા તેમજ ગુનાહિત પ્રવૃત્તિ થતી અટકાવવા સુરેન્દ્રનગર જીલ્લા પોલીસને ખાસ સુચના માર્ગદર્શન સુચના આપતા જીલ્લાની બ્રાન્ચ જેમાં એસ.ઓ.જી, એલ.સી.બી તથા પેરોલ-ફર્લો સ્કોડની અલગ અલગ ટીમો બનાવી જીલ્લામાં તથા અન્ય જીલ્લાના નાગરિકોના વિડીયો બનાવી પોલીસ પકડથી દુર કોલકાતા-મુંબઈ ખાતે રહી સોશ્યલ મિડીયા પ્લેટ ફોર્મ ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. gujarat_sudharo_ અને gujrat555_sudharo ઉપર પોલીસ અધિકારી, કર્મચારી, સરકારી કર્મચારી, રાજનેતા,કોન્ટ્રાકટર,બિલ્ડરો અને મહીલાઓના ગુનાહિત ધમકી તથા બિભત્સ બદનક્ષીના આક્ષેપોવાળા વિડીયો અપલોડ કરી ડીલીટ નહી કરવાની ધમકી આપી પૈસા પડાવતા ઇસમ યોગેન્દ્ર ઉર્ફે બકરો અતુલભાઈ સોલંકી ધંધો- ફુટનો વેપાર રહે. સુરેન્દ્રનગર પોપટપરા શેરી નંબર-૨ શ્રવણ ટોકિઝ પાસે
તા.વઢવાણ જી. સુ.નગર હાલ રહે.કલકત્તા બારાસાત કેલાશનગર આશીર્વાદ ફ્લટ પાલ્ટી ઓફીસની સામે કલકત્તા રાજ્ય પશ્ચિમ બંગાળ વાળાને ત્રણ ગુનામાં અટક કરવાનો બાકી હોય અને તેના વિરુધ્ધમાં અગાઉ પણ ગુનાઓ દાખલ થયેલ હોય તેમજ મજકુર ઈસમે ગઇ તા.૨૫/૦૪/૨૦૨૫ના રોજ પોતાના ઉપરોક્ત ઇન્સ્ટાગ્રામ આઇ.ડી.ઉપર પો.હે.ડ.કોન્સ વિજયસિંહ પ્રવિણસિંહ પરમારનાઓનો આક્ષેપોવાળો વિડીયો અપલોડ કરતા,આ કામે પોલીસ હેડ.કોન્સ વિજયસિંહનાઓએ તેના વિરુધ્ધ ફરીયાદ આપતા સુ.નગર સીટી. એ ડીવી પો.સ્ટે. ગુ.ર.ન.૧૧૨૧૧૦૫૭૨૫૦ ૬૩૭/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૨૪૮(એ).૩૩૬(૪),૩૦૮(૨),૩૪૦(૨) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ અને ગુનાના કામે અટક કરવામાં આવેલ અને પુછપરછ કરતા તેણે આ વિજયસિંહનો વિડીયો સુરેન્દ્રનગર સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અગાઉ ફરજ બજાવતા અને હાલ ફરજ મોકુફ એ.એસ.આઇ.નરેન્દ્રસિંહ દિલાવરસિંહ ચુડાસમાના કહેવાથી બનાવેલ હોવાનું જણાવેલ હોય,જેથી તેની તપાસ કરી અટક કરવા તજવીજ કરવામાં આવનાર છે. તેમજ મજકુર ઈસમના મોબાઈલની તપાસ કરતા તેણે અલગ અલગ વિડીયો આશરે ૪૦૦ થી ૫૦૦ બનાવેલ જે વિડીયો ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરેલ અને આવા વિડીયો અપલોડ નહી કરવા તેમજ ડીલીટ કરવા માટે અલગ અલગ લોકો પાસે ગુગલ પે મારફતે રૂપિયા મેળવતો હોય આ બાબતે સરકાર તરફે અલગથી ફરીયાદ દાખલ કરવા તજવીજ કરવામાં આવનાર છે.જેથી આવા કોઈ લોકો કે જેના આ યોગેન્દ્ર ઉર્ફે બકરાએ વિડીયો બનાવી તેઓની પાસે પૈસાની માંગણી કરેલ હોય અથવા તો પૈસા આપેલ હોય તો તેઓએ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અથવા એસ.ઓ.જી.સુરેન્દ્રનગરનો સંપર્ક કરવા આ પ્રેસ મીડીયાથી જાહેર અપીલ કરવામાં આવે છે. 
આરોપીને અટક કરવાનો બાકી હોય તેવા ગુના સાયબર પોસ્ટે 
ગુના નં ૧૧૨૧૧૦૬૧૨૫૦૦૦૩ બી.એન.એસ કલમ ૭૮(૨),૩૩૬(૪) તથા આઈ.ટી.એકટ લમ કડ(ઇ) મુજબ
૧ ૨. થાનગઢ પો.સ્ટે. ગુ.ર.નં.૭૮૩/૨૦૨૪ બી.એન.એસ.કલમ ૩૦૮(૨),૩૫૨,૩૫૧(૨) એટ્રાસીટી એકટ કલમ ૩ (૧) (r)૩(૧)(s).૩(૨) (va)
૩.બરવાળા પો.સ્ટે.ગુ.ર.નં.૧૩૮/૨૦૨૫ બી.એન.એસ.કલમ ૩૦૮(૨),૩૫૬(૨)
આરોપીનો ગુનાહીત ઇતિહાસ
૧.સુ.સીટી.બી ડીવી પો.સ્ટે. ગુ.ર.નં.૧૯/૨૦૧૯ પ્રોહી કલમ કપઇ,૧૧૬(બી)
૨.લખતર પો.સ્ટે.ગુ.ર.નં.૧૫/૨૦૧૯ જી.પા.કલમ ૧૨ મુજબ
૩.સરખેજ પો.સ્ટે.ગુ.ર.નં. ૮૯૯/૨૦૨૦ આઇ.પી.સી. ૪૦૬,૪૨૦
૪.જોરાવરનગર પો.સ્ટે.ગુ.૨.નં.૫૦૦/૨૦૨૧ જુ.ધા.૪/૫ મુજબ
૫. સુ.સીટી એ ડીવી પો.સ્ટે. ગુ.ર.નં.૧૨૩૩/૨૦૨૩ આઇ.પી.સી.કલમ ૩૫૪ ડી.૫૦૭
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top