કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા આવતીકાલે તા.૦૭ મે, ૨૦૨૫ના રોજ સમગ્ર દેશમાં સિવિલ ડિફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવા માટે સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત આવતીકાલે રાજ્યમાં સુરત, વડોદરા, અમદાવાદ, જામનગર, કચ્છ, ભાવનગર, ગાંધીનગર, ભરૂચ, દ્વારકા, ડાંગ, મહેસાણા, નર્મદા, નવસારી, બનાસકાંઠા, પાટણ, મોરબી સહિતના જિલ્લાઓમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રીલ હેઠળ નાગરિકોને યુદ્ધની સંભવિત સ્થિતિમાં હવાઈ હુમલા અંગે ચેતવણી આપતી સાયરન વાગે ત્યારે લેવાના પગલા અને સ્વબચાવ સંબંધિત તાલીમ સહિતની યુદ્ધની સ્થિતિમાં ધ્યાન રાખવા અંગેની બાબતો અંગે માહિતગાર કરવામાં આવશે.
ડિઝાસ્ટર શાખાની યાદીમાં જણાવ્યા અનુસાર હાલના તબક્કે આવતીકાલે મોકડ્રિલ યોજવા અંગેની યાદીમાં સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ થતો નથી. જેથી આવતીકાલે જિલ્લામાં મોક ડ્રીલ યોજાશે નહીં, જેની જિલ્લાના સર્વે નાગરિકોને નોંધ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આગામી સમયમાં મોક ડ્રિલ અંગે સૂચના મળ્યે ત્યારે આ અંગે સમયસર જાણ કરવામાં આવશે તેમ વધુમાં જણાવાયું હતું.