સુરેન્દ્રનગરમાં AIIMS રાજકોટ દ્વારા ભવ્ય મેગા મેડિકલ કેમ્પ: ૨૪૫૬ દર્દીઓએ લાભ લીધો

0
AIIMS દ્વારા સુરેન્દ્રનગર શહેરની મહાત્મા ગાંધી જનરલ હોસ્પિટલ ખાતે એક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યસભાના સાંસદ અને AIIMSના સદસ્ય શ્રી કેસરી દેવસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કેમ્પનો મુખ્ય હેતુ. સુરેન્દ્રનગર જિલ્લાના લોકોને AIIMSની સેવાઓ અને માહિતી પૂરી પાડવાનો તેમજ તેમને તદ્દન નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ કરાવવાનો હતો.
આ મેગા મેડિકલ કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ સિહોરા, રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહ ઝાલા, પૂર્વમંત્રી અને લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહજી રાણા, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી કે.એસ. યાજ્ઞિક, નિયામક ડી.આર.ડી જાલંધરા, સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના અર્જુન ચાવડા ડેપ્યુટી કમિશનર, ડો. ભાવેશ મોદી નોડલ ઓફિસર AIIMS, AIIMS હોસ્પિટલના ડેપ્યુટી ડાયરેક્ટર કર્નલ અંકુર પ્રતાપસિંહ, ડો. રુદ્રસિંહ ઝાલા (સર્જન આઇ.એમ.એ. અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ), રાજભા ઝાલા, શહેર પ્રમુખ દેવાંગભાઈ રાવલ, મહાદેવભાઈ પટેલ, વગેરેનો સમાવેશ થાય છે.
આ કેમ્પમાં કુલ ૨૪૫૬ દર્દીઓએ વિવિધ તબીબી સેવાઓનો લાભ લીધો હતો. જેમાં મેડિસિન વિભાગમાં ૫૩૮, આંખ વિભાગમાં ૩૦૫, નાક-કાન-ગળા વિભાગમાં ૨૧૮, હાડકા વિભાગમાં ૫૩૮, ચામડી વિભાગમાં ૨૪૭, દાંત વિભાગમાં ૧૮૦, બાળકો વિભાગમાં ૧૩૦, કેન્સર વિભાગમાં ૨૦, સ્ત્રી રોગ વિભાગમાં ૯૦, ફેફસા વિભાગમાં ૮૩, અને સર્જરી વિભાગમાં ૭૩ દર્દીઓએ તપાસ કરાવી હતી. આ ઉપરાંત, લેબોરેટરીમાં કુલ ૭૨૭ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
આ મેગા મેડિકલ કેમ્પને સફળ બનાવવા માટે AIIMS રાજકોટની ૫૦ ડોક્ટરની ટીમ, I.M.A સુરેન્દ્રનગરના ૩૦ ડોક્ટરો, અને સિવિલ હોસ્પિટલ સુરેન્દ્રનગરના ૧૦ ડોક્ટરની ટીમે અથાક સેવા આપી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં કલેકટર રાજેન્દ્ર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી કે.એસ. યાજ્ઞિક, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.જી. ગોહિલ, ગાંધી હોસ્પિટલના સિવિલ સર્જન ડો. ચૈતન્ય પરમાર અને ડો. અનિલ શાહ આર.સી.એચ.ઓ તેમજ જિલ્લા પંચાયત આરોગ્ય ટીમ અને મહાત્મા ગાંધી જનરલ હોસ્પિટલના સ્ટાફનો સક્રિય સહયોગ રહ્યો હતો.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top