મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 2024ની બેચના ગુજરાતને ફાળવાયેલા 8 યુવા પ્રોબેશનરી આઈ.એ.એસ. અધિકારીઓએ ફરજ પર જોડાતા પહેલા ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ખેડા, અમરેલી, કચ્છ, રાજકોટ, ભરૂચ, તાપી, બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાઓમાં સુપરન્યુમરી આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે નિમણૂંક માટે ફાળવવામાં આવેલ આ પ્રોબેશનરી આઈ.એ.એસ. અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસના રોલ મોડલ રાજ્ય એવા ગુજરાતમાં જનસેવાની મળેલ વિશિષ્ટ તક થકી અમૃતકાળમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવા આ યુવા અધિકારીઓ પોતાનું સંપુર્ણ યોગદાન આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.