સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડૉ. ગિરીશ પંડયાની સૂચનાથી પ્રોહી-જુગારની બદીને ડામવા માટે કાર્યરત એલસીબી ટીમે મોટી સફળતા હાંસલ કરી છે. એલસીબી ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજાની આગેવાની હેઠળ ટીમે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર દ્વારકાધીશ હોટલ પાસેથી એક બંધ બોડીના ટાટા કંપનીના ટ્રકને ઝડપી પાડ્યો હતો.
સુરેન્દ્રનગર જીલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ.ગીરીશ પંડયા (IPS)નાઓએ પ્રોહી-જુગારની નાબુદ કરવા ટીમો બનાવી જીલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે પર પેટ્રોલીંગ હાથ ધરી અમુક વાહનોમાં ચોરી છુપીથી ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ભરી સંતાડી હેરાફેરી કરતા હોય જેથી તે અંગે ચોકકસ હકીકત મેળવી કામગીરી કરવા પોલીસ ઇન્સ્પેકટર જે.જે.જાડેજા એલ.સી.બી.નાઓને સુચના કરેલ આથી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર જે. જે જાડેજા તથા પો.સબ.ઇન્સ જે.વાય.પઠાણ દ્વારા એલ.સી.બી., પેરોલ ફર્લો પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં પસાર થતા હાઇવે પર પેટ્રોલીંગ દરમ્યાન અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે રોડ દ્વારકાધીશ હોટલ પાસેથી એક ટાટા કંપનીના બંધ બોડીના ટ્રકમાં ચોરખાનુ (સીસ્ટમ) બનાવી ચોરી છુપીથી રાજકોટ ખાતે લઈ જવાતો વિદેશી દારૂ બોટલ કુલ નંગ ૧૬૨૦ કી.રૂ.૧૨,૪૦,૯૨૦ તથા ટ્રક રજી. ને MH.46.AF.6307 કી.રૂ.૧૦,૦૦,૦૦૦ તથા મોબાઇલ ફોન નં.૦૧ કી.રૂ.૫૦૦૦ તથા રોકડ રૂપીયા ૭૯૫૦ એમ મળી કુલ કી.રૂ.૨૨,૫૩,૮૭૦ ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડી તેના વિરૂધ્ધમાં સાયલા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા મુજબનો ગુન્હો નોંધવામાં આવેલ હતો.
જયારે આ કામમમાં સંડોવાયેલઆરોપીમાં (૧) રૂપારામ હેમારામ જાટ રહે.પોખરાસણ ઉમેકી ઢાણી તા.ચોહટન જી.બાડમેર રાજસ્થાન ટ્રક ડ્રાઇવર (૨) માલ મોકલનાર મો.નં.૬૩૭૮૯૧૨૨૮૦ વાળો ઇસમ (3)રમેશકુમાર મગારામ જાટ રહે. પોખરાસણ ઉમેકીઢાણી તા.ચોહટન (ચાલકનો માલ મોકલનાર સાથે સંપર્ક કરાવનાર) (૪) ટ્રક રજી.નં.MH.46.AF.6307 નો માલીકનો સમાવેશ થઇ રહયો છે. જયારે પોલીસ દ્વારા
કબજે કરેલ મુદામાલમાં (૧) ઇંગ્લીશ દારૂ વ્હાઇટ લેસ વોડકા ઓરેંજ ફ્લેવર ૭૫૦ એમ.એલ.ની બોટલ નં.૧૬૨૦ કી.રૂ.૧૨,૪૦,૯૨૦ (૨) ટ્રંક રજી.નં.MH.46.AF.6307 કી.રૂ.૧૦,00,000 (૩) મોબાઇલ ફોન નં.૦૧ કી.રૂ.૫૦૦૦ (૪) રોકડ રૂપીયા ૭૯૫૦ એમ કુલ કી.રૂ.૨૨ ૫૩,૮૭૦/-નો મુદામાલ જપ્ત કરાયો છે.
આ કામગીરીમાં એલ.સી.બી.ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સપેકટર જે.જે.જાડેજા તથા પો.સબ.ઇન્સ.જે વાય પઠાણ તથા સ્ટાફના પો.કોન્સ કુલદીપભાઇ બોરીયા તથા વજાભાઇ સાનીયા તથા મેહુલભાઇ મકવાણા તથા પેરોલ ફર્લો સ્કોડના પો હેડ કોન્સ વિજયસિંહ પરમાર તથા પો હેડ કોન્સ.દેવરાજભાઈ જોગરાજીયા ડ્રા.પો.કોન્સ યુવરાજસિંહ વાઘેલા સહીતના કરનાર પોલીસ અધિકારી/કર્મચારી રોકાયા હતા.