પી.આઈ યુવરાજસિંહ ગોહિલ તથા હેડ.કોન્સ. મહિપતસિંહ સોલંકીને હાજર થવા BNSS-કલમ-૮૪ મુજબનું ફરારી જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

0
 
જાહેરનામું પ્રસિદ્ધ થયાના દિન-૩૦માં નાયબ પોલીસ અધિક્ષક, લીંબડી ડિવિઝન સમક્ષ હાજર થવા હુકમ
મોરબી જિલ્લાના ટંકારા પોલીસ સ્ટેશનના ગુ.ર.નં.૧૧૧૮૯૦૦૬૨૪૧૦૮૨/૨૦૨૪ B.N.S કલમ ૧૯૯, ૨૩૩, ૨૨૮, ૨૦૧, ૩૩૬, ૩૩૮, ૩૪૦, ૩૦૮(૨), ૩(૫), ૬૧, ૫૪ તથા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮( સુધારા અધિનિયમ-૨૦૧૮)ની કલમ ૭,૧૨,૧૩(૧)એ તથા ૧૩(૨) મુજબના ગુન્હાના કામના આરોપી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુવરાજસિંહ કિશોરસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ શ્રી મહિપતસિંહ હરિસિંહ સોલંકીની ધરપકડ કરવાની હોવાથી અને તપાસ દરમિયાન તેઓના રહેણાંક મકાનો તથા ફરજના સ્થળો, સગા-સંબંધીના ઘરે તપાસ કરતા મળી આવેલા નથી. 
આથી બંને આરોપીઓની વિસ્તૃત તપાસ કરવા તેઓ વિરુદ્ધ નામદાર સ્પેશ્યલ જજ સાહેબ શ્રી, સ્પેશ્યલ અને સેશન્સ કોર્ટ મોરબીથી સદરહુ ગુનાના કામે BNSS-કલમ-૭૨ મુજબના અલગ-અલગ વોરંટો મેળવી બંને આરોપીઓની તપાસ કરતા/ કરાવતા મળી આવેલા નથી અને ગુનો કરી નાસતા ફરતા હોવાથી બંને આરોપીઓની અટક કરવાની બાકી છે. આથી બંને આરોપીઓ વિરુદ્ધ નામદાર સ્પેશ્યલ જજ સાહેબ શ્રી, સ્પેશ્યલ અને સેશન્સ કોર્ટ મોરબીથી સદરહુ ગુનાના કામે BNSS-કલમ-૮૪ મુજબનું ફરારી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. 
આ જાહેરનામું પ્રસિદ્ધ થયાના દિન-૩૦માં તપાસ કરનાર અધિકારી શ્રી નાયબ પોલીસ અધિક્ષક, લીંબડી ડિવિઝન, લીંબડી સમક્ષ આરોપીઓને હાજર થવા હુકમ કરવામાં આવ્યો છે.(માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર)


Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top