વસ્તડી પાસેથી પાંચ ડમ્પરને ઝડપી લીધા હતા. જેમાં ૨.૨૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ અંગે મળતી વિગત મુજબ તા.૨૫ એપ્રિલરે જિલ્લામાં ખનીજ ચોરીનું ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં વઢવાણ તાલુકાના વસ્તડી ગામ પાસે વઢવાણ પ્રાંત ટીમે રાતે કાર્યવાહી કરી જેમાં ૫ ડમ્પર સહિત ૨.૨૦ કરોડનો મુદ્દામાલ સીઝ કર્યો હોવાની સાપડી હતી.!
આ અંગે મળતી વિગત મુજબ તા. 23-04ના રાત્રે દરમિયાન જીલ્લા કલેક્ટર સુરેન્દ્રનગરની સૂચનાથી વઢવાણ નાયબ કલેક્ટર નિકુંજકુમાર ધુળા અને તેમની ટીમનાઅનિરૂદ્ધસિંહ નકુમ, અનિરૂદ્ધસિંહ ચાવડા, ક્રિપાલસિંહ, પ્રતિપાલસિંહ ડોડીયા સહિતની સંયુક્ત ટીમ વોચમાં હતી.
તે સમયે વસ્તડીથી અમદાવાદ હાઇવે ઉપર ખનીજ વહન કરતા વાહનોની ચેકિંગ કાર્યવાહી હાથ શરૂ કરી હતી. જેમાં કુલ પાંચ બ્લેક ટ્રેપ ભરેલ ઓવરલોડ રોયલ્ટી પાસ પરમીટ વગરના ડમ્પરો સહિત કુલ ૨.૨૦ કરોડનો મુદ્દામાલ મામલતદાર કચેરી વઢવાણ ખાતે સીઝ કરાયો હતો.