ચોટીલાના ઢાકણીયામાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો: પોલીસે વિદેશી દારૂની કુલ ૬૩૪૨ બોટલો જપ્ત

0
ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ચોટીલા તાલુકાના ઢાકણીયા ગામની સીમમાં વિડ વિસ્તારમાં એક મોટી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડતા, વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો.
આ દરોડા દરમિયાન પોલીસે વિદેશી દારૂની કુલ ૬૩૪૨ બોટલો જપ્ત કરી છે, જેની અંદાજિત કિંમત રૂ. ૭૮.૬૫ લાખ થાય છે. આ ઉપરાંત, પોલીસે ઘટનાસ્થળેથી બે વાહનો પણ કબજે કર્યા છે, જેની કિંમત આશરે રૂ. ૩૫ લાખ છે. આમ, પોલીસ દ્વારા કુલ રૂ. ૧.૧૩ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
જો કે, દરોડા દરમિયાન તમામ આરોપીઓ પોલીસને હાથ લાગ્યા નહોતા અને તેઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આ કેસમાં મુખ્ય આરોપી તરીકે દિલીપ બાવકુભાઇ ધાંધલ (રહે. મોલડી, ચોટીલા) સહિત કુલ આઠ લોકોની સંડોવણી સામે આવી છે. અન્ય આરોપીઓમાં ટ્રકનો ડ્રાઇવર, મહિન્દ્રા પિકઅપનો ડ્રાઇવર, બ્લેક સ્કોર્પિયોનો ડ્રાઇવર, દિલીપ ધાંધલના પાંચ માણસો, ટાટા ટ્રકનો ડ્રાઇવર અને મહિન્દ્રા પિકઅપના માલિક તેમજ દારૂનો જથ્થો મોકલનાર વ્યક્તિનો સમાવેશ થાય છે.
આ સમગ્ર મામલે સાયલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે ફરાર તમામ આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. આ મોટી કાર્યવાહી ચોટીલા પંથકમાં ગેરકાયદેસર દારૂના વેપલા પર મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top