ચોટીલા તાલુકાના ખેરાણા ગામે નાયબ કલેકટર શ્રી એચ.ટી. મકવાણા સાહેબ અને મામલતદાર શ્રી ચોટીલાએ સંયુક્ત રીતે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન અધિકારીઓએ ગામમાં ચાલી રહેલી ફાર્મર રજિસ્ટ્રી અંગેની કામગીરીની સમીક્ષા કરી હતી. નાયબ કલેકટર અને મામલતદાર દ્વારા ખેડૂતો સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો અને રજિસ્ટ્રી પ્રક્રિયા અંગે માહિતી મેળવવામાં આવી હતી. અધિકારીઓએ કામગીરીની પ્રગતિની ચકાસણી કરી અને જરૂરી સૂચનો આપ્યા હતા, જેથી આ પ્રક્રિયા સરળ અને ઝડપી બની શકે.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.