સુરેન્દ્રનગર જીલ્લાના પાટડીમાં મકાન દસ્તાવેજ અને દેવાની રકમને લઈને પિતા-પુત્ર પર હુમલો થયો છે. પાટડીમાં રહેતા ૬૮ વર્ષીના ગંગારામ કાનજીભાઈ પરમારની દુકાને અમદાવાદથી બે વ્યક્તિઓ આવ્યા હતા. જયારે ગંગારામના મોટા પુત્ર તરુણે અમદાવાદના અભી ભાવેશભાઈ મુજપરા પાસે મકાન વેચાણ રાખ્યું હતું. નાના પુત્ર રોનકે અમદાવાદના ચિંતનભાઈ બાબુભાઈ ઠક્કરને નાણાં ઉછીના આપ્યા હતા. આ બંને વ્યક્તિઓ પાટડી આવ્યા હતા. ગંગારામે જ્યારે અભી મુજપરાને મકાનનો દસ્તાવેજ કરી આપવાની અને ચિંતનભાઈ પાસેથી ઉછીના આપેલા નાણાંની માંગણી કરી ત્યારે બંને વ્યક્તિઓ ઉશ્કેરાયા હતા. તેમણે દુકાનની પાછળ જઈને ગંગારામના કપાળ પર લોખંડની પાઈપથી અને રોનક પર લાકડીથી હુમલો કર્યો હતો.
આસપાસના લોકો એકઠા થતાં બંને આરોપીઓ ભાગી ગયા હતા. ગંગારામને પ્રથમ પાટડી સરકારી હોસ્પિટલ અને પછી અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમના કપાળમાં ચારથી પાંચ ટાંકા આવ્યા છે. ગંગારામ પરમારે ચિંતનભાઈ ઠક્કર અને અભી મુજપરા વિરુદ્ધ પાટડી પોલીસ મથકે ફરિયાદ નોધાતા વધુ તપાસએસ.વી.કલોત્રા કરી રહ્યા છે.