સુરેન્દ્રનગર વાઘેલા રોડ ઉપર વઢવાણ પ્રાંતની ટીમનું સરપ્રાઈઝ ચેકિંગ: બે ડમ્પરો ઝડપાયા

0
વઢવાણ વડોદ હાઈવે પર 2 ડમ્પર સહિતનો મુદ્દામાલ પકડાયો તથા વાઘેલા 
પાસે ચેકિંગમા ડમ્પરો સહિત 90 લાખનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ પંથકમાં ખનીજ ચોરી પકડવા ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં કપચી ભરેલા બે ડમ્પર પકડી પાડી રૂ. 90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્યારે તા.૭ એપ્રિલ-૨૦૨૫ના રોજના રોજ કલેક્ટર સુરેન્દ્રનગરની તેમજ વઢવાણ નાયબ કલેકટર નિકુંજકુમાર ધુળાની સૂચનાથી વોચ ગોઠવાઈ હતી. 
જેમાં વઢવાણ ટીમના અનિરૂદ્ધસિંહ અનિરૂદ્ધસિંહ મહાદેવભાઈ ચાવડા, નકુમ, નાકીયા, ચેતનભાઈ કણઝરીયા સહિતની ટીમ દ્વારા વઢવાણથી વાઘેલા રોડ પાસે ચેકીંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગમાં ગેરકાયદે ખનીજ વહન કરતા કુલ 2 ઓવરલોડ રોયલ્ટી પાસ પરમીટ વગર બ્લેક ટ્રેપ ભરેલા ડમ્પર પકડાયા હતા. 
આથી ડમ્પર સહિત અંદાજે કુલ રૂપિયા 90,00,000નો મુદ્દામાલ સીઝ કરાયો હતો. આ ટીમ દ્વારા વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top