કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીશ્રીની કચેરી દ્વારા એપ્રિલ-૨૦૨૪ થી માર્ચ-૨૦૨૫ના સમયગાળા દરમિયાન ચકાસણી/ મુંદ્રાકન ફી પેટે રૂ.૫૧,૨૭૯૬૦/-ની સરકારી આવકની વસુલાત કરવામાં આવી

0

૫૦૪૬ એકમોની ઓચિંતી મુલાકાત લઈ તોલમાપ ધારા અન્વયે ૨૨૩ એકમો સામે કાયદાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી
મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી શ્રી જે.એચ.આદેસરાના માર્ગદશન હેઠળ વિભાગીય જુ.નિરીક્ષકો શ્રી વી.કે.ગામિત, શ્રી એસ.બી.જાલોંધરા અને શ્રી ડી.એ.માતંગ દ્વારા એપ્રિલ-૨૦૨૪ થી માર્ચ-૨૦૨૫ના સમયગાળા દરમ્યાન પેટ્રોલ પંપ, ઇન્ડસ્ટ્રીઝ, સોના-ચાંદી, અનાજ કરીયાણા, ફરસાણ, શાકભાજી તથા અન્ય વેપારી ફેરીયાઓના કાંટા-વજન ઇલેક્ટ્રોનિક્સ બેલેન્સ, વે-બ્રિજ તેમજ પંપ યુનીટની ચકાસણી/ મુંદ્રાકન અને અન્ય ફી પેટે રૂ.૫૧,૨૭૯૬૦/-ની સરકારી આવકની વસુલાત કરવામાં આવી છે.
એપ્રિલ-૨૦૨૪ થી માર્ચ-૨૦૨૫ના સમયગાળા દરમ્યાન ધી લિગલ મેટ્રોલોજી એક્ટ-૨૦૦૯ અને પેકેઝડ કોમોડીટીઝ રૂલ્સ-૨૦૧૧ અન્વયે ૫૦૪૬ એકમોની ઓચિંતી મુલાકાત લઈ તોલમાપ ધારા અન્વયે ૨૨૩ એકમો સામે કાયદાના ભંગ બદલ કાર્યવાહી કરી પ્રો.કેસ નોંધી રૂ.૧,૯૬,૯૫૦/- અને પેકેઝડ કોમોડીટીઝ રૂલ્સ અન્વયે ૨૯ એકમો સામે કાયદાના ભંગ બદલ કાર્યવાહી કરી પ્રો.કેસ નોંધી રૂ.૧,૧૫,૦૦૦/- માડવાળ ફી વસુલ કરી છે. આમ કુલ ૨પર એકમો સામે નિયમાનુસાર કાર્યવાહિ કરી કુલ રૂ.૩,૧૧,૯૫૦/- માંડવાળ ફી પેટે વસુલ કરવામાં આવી છે.
આ કચેરીના અધિકારીઓને હોદાની રૂએ મળેલી સત્તાઓ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૭ સામુહીક તપાસો યોજી ૨૪૧ એકમો સામે નિયમના ભંગ બદલ કાર્યવાહી કરીને રૂ.૨૩૦૧૦૦/-માંડવાળ ફી પેટે સ્થળ પર જ વસુલાત કરવામાં આવી છે.
ઉપરાંત કચેરી દ્વારા ગ્રાહકોની જાગૃતિ માટે બહોળા પ્રમાણમા પ્રચાર-પ્રસાર કરવામાં આવે છે. એપ્રિલ-૨૦૨૪ થી માર્ચ-૨૦૨૫ના સમયગાળા દરમ્યાન સ્કુલ/કોલેજ જેવા જાહેર સ્થળોએ ૯૦ ગ્રાહક જાગ્રુતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રાહકોની છેતરપીંડી બાબતે કચેરીને ૧૪ ફરીયાદ મળી હતી. આ તમામ ફરીયાદમાં ગ્રાહક તરફી સમાધાન કરાવી તેનો નિકાલ કરવામાં આવ્યો છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top