સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ તાલુકામાં તા.૪ વણા હાઈસ્કૂલના આચાર્ય યુવરાજસિંહ રાણા દ્વારા એસ.એસ. વાઈટ ફેકટરીની મુલાકાત લઈ મેનેજર પઠાણ સમક્ષ શાળાની વિગતો તથા પ્રવૃતિઓની ચર્ચા કરી ગ્રામ્ય વિસ્તારની આ શાળા બાળકોના ભવિષ્ય માટે ઉતમ કાર્ય કરી રહી છે.
પરંતુ શાળાની વિદ્યાર્થીને લગતી ભૌતિક સુવિધાઓમાં થોડી મદદની જરૂર હોય રજુઆત કરતા મેનેજર પઠાણે રાહુલભાઈ સુધી રજુઆત પહોંચાડતા રાહુલ ભાનુભાઈ શુકલ ફાઉન્ડેશન તરફથી શાળાની ભૌતિક સુવિધા માટે આજરોજ ફેકટરી ખાતે 5,00,000/- પાંચ લાખનો ચેક શાળાના આચાર્ય તથા ટ્રસ્ટીઓને અર્પણ કર્યો હતો
.