ચોટીલા-થાન તાલુકામાં વિસ્ફોટક પદાર્થના 4 ગોડાઉન સીલ ડીટોનેટર, સોલાર કોર્ડ, ઈકો પ્રાઈમ સહિતનો વિસ્ફોટિક પદાર્થ જપ્ત
ચોટીલા સબ ડીવીઝનમાં સમાવિષ્ટ ચોટીલા, થાનગઢ અને મુળીમાં ગેરકાયદેસર,અનઅધિકૃત ખનન,વહન અને સ્ટોરેજ મોટાપાયે થતું હોવાનું ધ્યાને આવેલ છે અને તેઓની વિરૂધ્ધ કાર્યવાહી પણ કરવામાં આવેલ છે.થાનગઢ અને મુળી તાલુકાના ગામોમાં કાર્બોસેલનું ખનન મોટાપાયે થતું હોવાથી તે ખનન ને નાબુદ કરવા માટે તથા ખનનને વેગ આપતા ઈસમોને ડામવા ખનના કામ માટે ઉપયોગમાં લેવાતા વિસ્ફોટક પદાર્થના સંગ્રહ, વેચાણ કરતાં મેગેઝીન(ગોડાઉન) પર ૩૧ માર્ચ-૨૦૨૫ ના રોજ એચ.ટી.મકવાણા નાયબ કલેક્ટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, ચોટીલા તેમજ મામલતદાર-ચોટીલા અને મામલતદાર-થાનગઢની અલગ-અલગ ટીમો બનાવી એક્સપ્લોઝિવ મેગેઝીન (ગોડાઉન) પર શંકાના આધારે આકસ્મિક રેડ પાડતાં મેગેઝીન (ગોડાઉન)માં ક્ષતિઓ/ગેરરીતીઓ સામે આવતાં તેઓને સીલ કરવામાં આવેલ છે.
જ્યારે ચોટીલામાં આવેલ મેગેઝીનમાંથી ગોડાઉન, નાહવા અને મેવાસા ગામે આવેલ ગોડાઉનમાંથી તેમજ મેવાસા નજીક આવેલ ગોડાઉનમાંથી લાખનો વિસ્ફોટક પદાર્થ જપ્ત કરાયો હતો.જયારે થાનના સારસાણા ગામે આવેલ પીડી રાવલ ના ગોડાઉન માંથી પણ લાખનો વિસ્ફોટક પદાર્થો જપ્ત કરવામાં આવ્યો.