પાટડી તાલુકાના વિસાવડી પ્રાથમિક શાળામાં નવા રૂમનું ખાતમુહૂર્ત

0
સુરેન્દ્રનગર જીલ્લાના પાટડીના વિસાવડી ગામની પ્રાથમિક શાળામાં બે રૂમના રીપેરીંગ અને છ રૂમના નવીનીકરણ માટે રૂ. ૧.૪૧ કરોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ.
દસાડા-લખતરના ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી ભૂમિપૂજન સંપન્ન થયું હતુ. જયારે આ કાર્યક્રમમાં બાલિકાઓએ સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યુ હતું. કાર્યક્રરમાં ગામના સરપંચ વનરાજસિંહ વાઘેલા અને ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા ધારાસભ્યનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતુ.
આ યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રામ ચાવડા, મહામંત્રી નરેશ પટેલ, પાટડી તાલુકા ભાજપ પ્રમુખ રમેશ ઠાકોર સહિતના તાલુકા પંચાયત પ્રમુખ લતાબેન પટેલ, પદાધિકારી સહીતના આ તકે ઉપસ્થિત રહયા હતા. 


આ તકે ધારાસભ્ય પી.કે. પરમાર, માજી તાલુકા પ્રમુખ પ્રકાશ ડોડીયાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું. શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top