ચોટીલા નાયબ કલેકટર પ્રાંત એચ ટી મકવાણા અને મામલતદાર ચોટીલા તેમજ મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમ દ્વારા તારીખ ૧૨/૦૪/૨૦૨૫ ના થાનગઢ તાલુકાના ખાખરાવાળીની સ્ટોક હોલ્ડર વાળી જમીનમાં આકસ્મિક દરોડા પાડી ગેરકાયદેસર અનઅધિકૃત રીતે કાર્બોસેલનું સંગ્રહ તેમજ વેચાણ કરવામાં આવતા
સ્થળ પર તપાસમાં ૧. સ્ટોક હોલ્ડર દ્વારા સવાલવાળી જમીન પર કાર્બોસેલનો જથ્થો ક્યાંથી લાવવામાં આવેલ તેમજ કોને કોને વેચાણ કરવામાં આવેલ તેના રજીસ્ટર નિભાવેલ નથી તેમ જથ્થો આજુબાજુની સરકારી પડતર જમીન, ગૌચરની જમીન તથા ખાનગી માલિકીની જમીનમાં ખોદકામ કરી જથ્થો સ્ટોર કરવામાં આવેલ હોવાનું જણાય છે. આ કાર્બોસેલ અને સેન્ડ સ્ટોનનો જથ્થો કયા લીઝ હોલ્ડર પાસેથી ખરીદી કરેલ છે તેની કાયદેસરતા અંગેના કોઈ આધાર પુરાવા રજૂ કરેલ નથી.
સ્થળ પર તપાસમાં ૧. સ્ટોક હોલ્ડર દ્વારા સવાલવાળી જમીન પર કાર્બોસેલનો જથ્થો ક્યાંથી લાવવામાં આવેલ તેમજ કોને કોને વેચાણ કરવામાં આવેલ તેના રજીસ્ટર નિભાવેલ નથી તેમ જથ્થો આજુબાજુની સરકારી પડતર જમીન, ગૌચરની જમીન તથા ખાનગી માલિકીની જમીનમાં ખોદકામ કરી જથ્થો સ્ટોર કરવામાં આવેલ હોવાનું જણાય છે. આ કાર્બોસેલ અને સેન્ડ સ્ટોનનો જથ્થો કયા લીઝ હોલ્ડર પાસેથી ખરીદી કરેલ છે તેની કાયદેસરતા અંગેના કોઈ આધાર પુરાવા રજૂ કરેલ નથી.
૨. ખરીદ વેચાણ વ્યવહારો અંગેનું રજીસ્ટર નીભવેલ નથી તેમજ રોયલ્ટી પાસ ઇસ્યુ કર્યા અંગેના કોઈપણ પ્રકારના સાધનિક કાગળો રજુ કરેલ નથી.
૩.સ્ટોક હોલ્ડરની આજુબાજુ જમીનમાં વેસ્ટ માલ ઠાલવીને પર્યાવરણને નુકશાન તથા જમીનને મોટાપાયે નુકશાન કરેલ છે.
૪.સ્ટોક હોલ્ડર દ્વારા એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ (EC), સ્ટેટ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટી તથા MoEFCC તરફથી એન્વાયરમેન્ટ પ્રમાણપત્ર રજૂ કરવામાં આવેલ નથી.
આથી તંત્ર દ્વારા સવાલવાળી જમીન પર ડમ્પર -૪, જેસીબી-૧, ડબાસિયા લોડર-૨, હિટાચી મશીન-૧, એકસપ્લોઝીવ સેફ્ટી ફ્યુઝ-૧ બોક્ષ, ક્રશર પ્લાન્ટ, કાર્બોસેલનો જથ્થો આશરે -૧૧૦૦ ટન, સિલિકા સેન્ડ નો જથ્થો આશરે-૪૦૦ ટન વિગેરે મળી, જે બધી વસ્તુઓની અંદાજિત કિંમત રૂપિયા ૨,૨૮,૭૦,૦૦૦અંકે બે કરોડ અઠ્યાવિસ લાખ સિત્તેર હજાર પુરાનો મુદ્દામાલ તથા સાધન સામગ્રી જપ્ત કરવામાં આવેલ છે.
ત્યારે આ સાધન સામગ્રી સીઝ કરી સ્ટોરેજ હોલ્ડર વિરુદ્ધ ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ નિયમો ૨૦૧૬ ના નિયમ-૧૪ હેઠળ સાધન સામગ્રી જપ્ત કરવામાં આવેલ છે. તેમજ સ્ટોરેજ હોલ્ડર દ્વારા બિનહિસાબી જથ્થાનો ગેરકાયદેસર અનઅધિકૃત સંગ્રહ કરવામાં આવેલ, જેથી તેમના વિરુદ્ધ (૧). ધ માઇન્સ એક્ટ 1952 (૨). માઈન્સ એન્ડ મિનરલ ડેવલોપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ-1957 (૩) ગુજરાત ગૌણ ખનીજ છૂટછાટ નિયમો 2017 (૪)ગુજરાત પ્રીવેન્શન ઓફ ઇલિગલ માઇનિંગ,ટ્રાન્સપોર્ટેશન, સ્ટોરેજ નિયમો 2016 (૫)EPA એકટ-1986 (૬). ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ની ગાઈડલાઈન (૭)જમીન મહેસુલ અધિનિયમ 1879 (૮).ગુજરાત જમીન મહેસુલ નિયમો 1972 (૯) ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ એન્ડ રેગ્યુલેશન અધિનિયમ 1987 (૧૦).લેબર એકટ-1948 (૧૧).એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1980 (૧૨) એક્સપ્લોઝિવ એક્ટ 1884 (૧૩) એક્સપ્લોઝિવ રુલ્સ 2008 (૧૪)ઓક્યુપેશનલ સેફટી હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન કોડ 2020 (૧૫) ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 (૧૬) જીએસટી એક્ટ 2017 ભંગ બદલ કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.