વઢવાણ પ્રાંત અધિકારીની ટીમ કાર્યવાહી:પાસ પરમિટ વગર ખનીજ વહન કરતા 5 ડમ્પર ઝડપાયા, 1.90 કરોડનો મુદ્દામાલ જપ્ત

0
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પ્રાંત અધિકારીની ટીમે હાઇવે પર પાસ પરમિટ વગર ગેરકાયદે ખનીજ વહન કરતાં વાહનો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ટીમે મોડી રાતે ચેકિંગ હાથ ધરીને વઢવાણ-લખતર રોડ પરથી કાર્બોસેલ કોલસો અને બ્લેક ટ્રેપ ભરેલા પાંચ ડમ્પરને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં આશરે રૂ. 1.90 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેના પગલે ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
વઢવાણ પ્રાંત કચેરી દ્વારા આ કાર્યવાહી કલેક્ટર સુરેન્દ્રનગરની સૂચનાથી કરવામાં આવી હતી. તા. 24-4 ના રોજ રાત્રે 12:10 કલાકે વઢવાણના નાયબ કલેક્ટર નિકુંજકુમાર ધુળા અને તેમની ટીમ જેમાં અનિરૂદ્ધસિંહ ચાવડા, અનિરૂદ્ધસિંહ નકુમ, મહાદેવભાઇ નાકીયા, ક્રિપાલસિંહ (બગડ), પ્રતિપાલસિંહ ડોડીયા, સહદેવસિંહ રાઠોડ, પવનસિંહ ચાવડા, અને અજય ચૌહાણ સહિતની સંયુક્ત ટીમ વોચમાં હતી.
આ વોચ દરમિયાન ટીમે રોયલ્ટી પાસ પરમિટ વગર કાર્બોસેલ કોલસો ભરેલું એક ડમ્પર પકડ્યું હતું. આ ઉપરાંત, ઓવરલોડ અને પાસ પરમિટ વગરના બ્લેક ટ્રેપ ભરેલા અન્ય ચાર ડમ્પર પણ ઝડપાયા હતા. પ્રાંતની ટીમે આશરે કુલ રૂ. 1.90 કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને લખતર પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. હાલમાં મુદ્દામાલ સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીથી ખનીજ ચોરી કરનારા તત્વોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top