સુરેન્દ્રનગર જીલ્લામા આવેલ પાવરટ્રેક સોલાર લિમિટેડ અને પાવરટ્રેક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા વર્ષ 2023-2024મા સુરેન્દ્રનગર ખાતે આયોજીત વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ સુરેન્દ્રનગર કાર્યક્રમમા ગુજરાત સરકાર સાથે 102 કરોડના રોકાણથી સુરેન્દ્રનગર અને જૂનાગઢ જીલ્લામાં સોલાર પાવર જનરેશન પ્લાન્ટ સ્થાપવા માટે MOU કરેલ જે મુજબ સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ, લીંબડી, સાયલા અને ચુડા તેમજ જૂનાગઢ જીલ્લામા કુલ 30MW સોલાર પાવર જનરેશન પ્લાન્ટની સ્થાપના કરવાં આશરે 150 એકર જમીનમા અલગ અલગ કેપેસીટીના કુલ 18 પ્રોજેક્ટર્સ જમીનથી કરીને ટ્રાન્સમિશન લાઈન સાથે પ્રોજેક્ટર્સ પૂર્ણતાના આરે લાવી ગુજરાત સરકારને 25 વર્ષ સુધી પાવર વેચાણ કરાર કરીને પાવર આપવાનું ચાલુ કરેલ છે, પાવરટ્રેક ગ્રૂપ દ્વારા land to line પ્રોજેક્ટને ટૂંકી મર્યાદામા પૂર્ણ કરવાં બદલ ગાંધીનગર ખાતે આવેલ *પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી* આયોજીત Sustainable Environment Sumit-2025 મા પાવરટ્રેક ગ્રૂપના એમ. ડી. શ્રી દિવ્યરાજસિંહ ઝાલા ને *Fast Growing IPP Developers* એવોર્ડ થી સન્માનિત કરાયા હતા,
આં પ્રસંગે પાવરટ્રેક સોલાર લિમિટેડના એમ. ડી. શ્રી દિવ્યરાજસિંહ ઝાલા એ જણાવેલ કે હાલ પાવરટ્રેક ગ્રૂપ આશરે 900 કરોડની વેલ્યુએસનની કંપની છે અને અને વર્ષ 2028 સુધી પાવરટ્રેક ગ્રૂપ આશરે 5000 કરોડની વેલ્યુએસન કંપની બની જશે જેના માટે કંપની પોતાની સોલાર પેનલ ઉત્પાદન કેપેસીટીમા વધારો કરશે અને 300MWp સુધી પોતાના IPP સોલાર પાર્ક સ્થાપિત કરશે