તા. 30 માર્ચ ના રોજ મુળી તાલુકાની શ્રી જેપર પ્રાથમિક શાળામાં વાર્ષિક ઉત્સવ તેમજ SEMPCORP GREEN INFRA Pvt.LTD-SGIPL-SADLA ના સહયોગથી શાળામાં બનાવેલ MATHS-SCIENCE LEB ના શુભારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના બાળકો અને શિક્ષકોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ સુરેશભાઈ અઘારા, સેમ્બક્રોપ ગ્રીન ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી જયેશભાઈ બાવળવા, મુળી તાલુકા બી.આર.સી.ચિરાગભાઈ લખતરીયા, મુળી તાલુકા શિક્ષક સંઘ પ્રમુખ પ્રદીપસિંહ પરમાર, મુળી શૈક્ષિક શિક્ષક સંઘ પ્રમુખ ગુણવંતભાઈ મહેતા, લોકસાહિત્યકાર રવિન્દ્રભાઈ સોલંકી, તાલુકા પંચાયત સદસ્ય હેમુભાઈ મકવાણા, સરપંચ શ્રી રાણીપાટ-જેપર સંયુક્ત પંચાયત છત્રપાલસિંહ રાણા, સરા-3 નિમ્ન પે.સે. આચાર્ય શ્રી મુળજીભાઈ રાઠોડ, જિલ્લા પ્રતિનિધિ સંઘ યશપાલસિંહ પરમાર, સી.આર.સી. સરા-1 નીતિનભાઈ પટેલ, સરા-3 સી.આર.સી. ભાવેશભાઈ ભાંભરીયા,
સરલા સી.આર.સી. ડૉ.મહિપાલસિંહ પરમાર, જશાપર સી.આર.સી. કાંતિલાલ ભાયાણી, શેખપર સી.આર.સી. જયપાલસિંહ મોરી તેમજ અન્ય શાળાઓમાંથી શિક્ષકો અને જેપર, નાળિયેરી ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં બાળકો દ્વારા 38 જેટલા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. સાયન્સલેબના ઉદઘાટન પ્રસંગે શાળા પરિવાર દ્વારા દાતાશ્રીનું શાલ, શિલ્ડ અને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. સંયુક્ત પંચાયત દ્વારા આપવામાં આવેલ R.O.પ્લાન્ટ બદલ સરપંચશ્રી તેમજ તલાટીનું સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન લોકસાહિત્યકાર રવિન્દ્રભાઈ સોલંકી દ્વારા તેમજ આભારવિધિ મોનિકાબેન પટેલ દ્વારા કરવામાં આવી હતી.