એ.આર.ટી.ઓ. સુરેન્દ્રનગર દ્વારા મોટરકાર પ્રકારનાં વાહનો માટે GJ13CF- 0001 સીરીઝના ગોલ્ડન/સિલ્વર, અન્ય નંબરો માટે ઈ-ઓકશન

0
તા.૨૮ માર્ચથી ૦૮ એપ્રિલ સુધીમાં અરજી કરી શકાશે, તા.૦૮ એપ્રિલથી 
તા.૧૦ એપ્રિલના રોજ ઈ-ઓકશનનું બિડીંગ ઓપન થશે
સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, સુરેન્દ્રનગર દ્વારા મોટરકાર પ્રકારનાં વાહનો માટે GJ13CF – ૦૦૦૧ થી ૯૯૯૯  સીરીઝ માટે ઈ – ઓકશન શરૂ કરવામાં આવનાર હોય, તો આ સીરીઝના ગોલ્ડન-સિલ્વર નંબર તેમજ અન્ય નંબર મેળવવા ઈચ્છુક વાહન માલિકોએ તેમના પસંદગીનાં નંબર દિવસ-૭ માં ONLINE http://parivahan.gov.in/fancy  પર રજીસ્ટ્રેશન કરાવી ઈ– ઓકશનમાં ભાગ લઈ શકાશે.
ઈ – ઓકશન માટે તા.૨૮.૦૩.૨૦૨૫ થી તા. ૦૮.૦૪.૨૦૨૫ સુધીમાં ઓનલાઈન સી.એન.એ.ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરી એપ્લીકેશન કરવાની રહેશે. તેમજ તા.૦૮.૦૪.૨૦૨૫ થી તા.૧૦.૦૪.૨૦૨૫ના રોજ ઈ-ઓકશનનું બિડીંગ ઓપન થશે. 
ઉલ્લેખનીય છે કે, વાહનના સેલ લેટરમાં સેલ તારીખ થી ૬૦ દિવસના અંદરનાં જ અરજદારો હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે. સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે. જેની નોંધ લેવા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, સુરેન્દ્રનગરની યાદીમાં જણાવાયું છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top