લીંબડી-રાજકોટ હાઈવે પર ડમ્પર અને બાઈક વચ્ચે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા વૃદ્ધનું ઘટનાસ્થળે મોત

0
લીંબડી સર્કલ નજીક ડમ્પર અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં બાઈક સવારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. બનાવના પગલે પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લીંબડી સરકારી હોસ્પિટલ ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાજકોટ હાઈવે પર લીંબડી સર્કલ નજીક ડમ્પર અને બાઈક વચ્ચે થયેલા અકસ્માત સર્જાતા બાઈક સવાર જેઠાભાઈ કલાભાઇ ધલવાણીયા ૬૦ વર્ષીયનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થાય છે. જ્યારે અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા. આ ઘટનાને કારણે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. 
આ બનાવની જાણ લીંબડી પોલીસને થતા તાત્કાલિક ઘટનાસ્થળે આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે લીંબડી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે ડમ્પર ચાલક વિરૂદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. 
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top