યુવાનોમાં સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવા માટે જોખમી વિડીયો બનાવવાનું ચલણ વધ્યું છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવી વાયરલ કરવાની હોડ જામી છે. ત્યારે સુરેન્દ્રનગરના રિવરફ્રન્ટ રોડ પર થાર ગાડીથી સ્ટંટ, પોલીસે ઝડપીને માફી મંગાવી હતી.
બનાવની જાણવા મળતી વિગત મુજબ સુરેન્દ્રનગર શહેરનાના રિવરફ્રન્ટ રોડ વિસ્તારમાં એક યુવકે થાર ગાડી ચલાવી ખતરનાક સ્ટંટ કરી વિડીયો બનાવી વિડીયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો. ત્યારે પોલીસ તંત્રને વિડીયો ધ્યાને આવતા બી ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી યુવકને થાર ગાડી સાથે ઝડપી યુવકને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું અને તેની પાસે માફી મંગાવી હતી.