સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ દ્વારા કારોબારી મિટિંગ યોજાઇ

0
સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ દ્વારા આયોજિત આ મિટિંગ યોજાઇ હતી. વઢવાણ આ મિટિંગમાં જિલ્લા પ્રમુખ નવસાદ ભાઈ, પૂર્વ જિલ્લા કાર્યકારી પ્રમુખ કાંતિભાઈ ટમાલીયા, પ્રભારી વિક્રમ ભાઈ રબારી, પ્રભારી નિલેશભાઈ વાઘેલા, સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર, અદમભાઈ જામ, પ્રેમજીભાઈ ટુંડીયા, સુલેમાનભાઈ કુરેશી, દેવેન્દ્રભાઈ ઠાકર સહિતના પદાધિકારીઓ, હોદેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ દ્વારા આયોજિત આ મિટિંગમાં મજબૂત સંગઠન અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. ઉપરાંત આગામી કાર્યક્રમની પણ ચર્ચાઓ થઈ હતી. અને આગામી સમયમાં કોંગ્રેસમાંથી સૌપ્રથમ યુવાનોને ચાન્સ આપવામાં આવશે તેમજ કોંગ્રેસને મજબૂત બનાવવા માટેના તમામ પ્રયાસો સુરેન્દ્રનગર કોંગ્રેસ જિલ્લા પ્રમુખ દ્વારા હાથ ધરવામાં આવશે તેમજ જણાવ્યુ હતું. જયારે આગામી સમયમાં કોંગ્રેસ પક્ષ મજબૂત બને તેવા તમામ પ્રકારના પ્રયાસો હાથ ધરવા માટેની કામગીરી હાલમાં સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવસાદભાઈ સોલંકી દ્વારા હાથ ધરવામાં આવી છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top