સુરેન્દ્રનગર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થીતી સામાન્ય રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બનેતે હેતુથી જીલ્લામાં સ્પેશ્યલ કોમ્બીંગનુ આયોજન કરતી સુરેન્દ્રનગર જીલ્લા પોલીસે હાથ ધરાયુ હતું.
જાણવા મળતી વિગત મુજબ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુ.રા. ગાંધીનગરનાઓ દ્વારા અસામાજીક તત્વોનુ લીસ્ટ તૈયાર કરી તેઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના અન્વયે સુરેન્દ્રનગર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થીતી જળવાઇ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી તા.૧૭-૦૩-૨૦૨૫ ના કલાક-૨૨:૦૦ થી તા.૧૮-૦૩-૨૦૨૫ ના કલાક-૦૧:૦૦ સુધી સ્પેશ્યલ કોમ્બીંગનુ આયોજન કરવામાં આવેલ હતું.
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા ડો.ગીરીશ પંડયા નાયબ પોલીસ મહાનિરીક્ષક IPS નાઓએ જીલ્લાની ભૌગોલિક સ્થિતી ધ્યાને રાખી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે અન્વયે સુરેન્દ્રનગર જીલ્લાના સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન, સુરેન્દ્રનગર સીટી બી ડીવીઝન, જોરાવરનગર, સાયલા, ધજાળા, થાનગઢ, ધ્રાંગધ્રા સીટી તથા ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે. ના સંવેદનશીલ વિસ્તારોમાં સધન કોમ્બીંગ કરવા સારૂ ત્રણેય ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓ તથા એલ.સી.બી.,એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત થાણા અધિકારીઓને સુચના કરી અસરકારક કોમ્બીંગ કરવા જણાવવામાં આવેલ હતું. ત્યારે આ કોમ્બીંગ દરમ્યાન પો.સ્ટે.ના વધુમાં વધુ અધિકારી, કર્મચારીઓ, હોમગાર્ડ, જી.આર.ડી.ને સાથે રાખી કોમ્બીંગની અસરકારક કામગીરી કરવા જણાવી પો.સ્ટે. વિસ્તારમાં સધન કોમ્બીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.
આ કોમ્બીંગ દરમ્યાન લીસ્ટેડ પ્રોહી, બુટલેગરો, જાણીતા જુગારીઓ ચેક કરવાની અસરકારક કામગીરી કરવામાં આવેલ અને આ પૈકીંગ દરમ્યાન જે જગ્યાઓએ ગેરકાયદેસર જણાઇ આવેલ તે જગ્યાઓએ કાયદેસરની કાર્યવાહી કરી પ્રોહીબીશન તેમજ જુગારના કેસો કરવામાં આવેલ છે. તેમજ શરીર સબંધી ગુન્હાઓના આરોપીઓ, નાસતા ફરતા આરોપીઓ તેમજ પેરોલ વોન્ટેડ થયેલ આરોપીઓ ચેક કરવાની કામગીરી કરવામાં આવેલ છે. તેમજ જી.પી.એકટ કલમ ૧૩૫, એમ.વી.એકટ કલમ ૧૮૫ તથા બી.એન.એસ કલમ ૨૮૧, ૨૮૫ મુજબના કેસો કરવામાં આવેલ છે. આ કોમ્બીંગ દરમ્યાન ટ્રાફિકને લગત કામગીરી કરી સઘન વાહન ચેકીંગની કામગીરી કરી નંબર પ્લેટ વગરના વાહનો તેમજ બ્લેક ફીલ્મ વાળા વાહનોના ચાલકો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી સ્થળ દંડ કરવામાં આવેલ છે.તેમજ એમ.વી.એકટ કલમ ૨૦૭ મુજબ વાહન ડીટેઇન - ૨૬, તથા સ્થળ દંડ-૨૦,૪૦૦ વસુલ કરવાની કામગીરી કરવામાં આવેલ છે. આ કોમ્બીંગ દરમ્યાન ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડી પાસા તળે અટક કરી આરોપીને સુરત જેલ હવાલે કરવામાં આવેલ છે. આમ કોમ્બીંગ દરમ્યાન જીલ્લામાં કોમ્બીંગની અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવામાં આવેલ હતી.