એસ.ઓ.જી.સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ(ફેસબુક) ઉપર હથિયાર સાથે ફોટો અપલોડ કરનાર ઈસમને પકડયો

0
સુરેન્દ્રનગર જીલ્લાની સ્પેશ્યલ ઓપરેશન ગૃપ દ્વારા સાયલાના ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં દરમ્યાન ખાનગી બાતમીના આધારે સોશ્યલ મીડીયામાં હથિયાર સાથે ફોટો અપલોડ કરનાર ઈસમની તપાસ કરી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ અશોકકુમાર યાદવ સાહેબ(IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ નાઓ તરફથી હથિયારધારા અંગેની ખાસ ડ્રાઇવ દરમ્યાન સુરેન્દ્રનગર જીલ્લાનાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ.ગીરીશ પંડયા (IPS)એ સુરેન્દ્રનગર જીલ્લામાં હથિયારધારાના ગુનાઓ તેમજ ગુનાહીત પ્રવૃતી થતી અટકાવવા માટેની સુચના અને માર્ગદર્શનથી ૧૦૦ કલાક દરમ્યાન અસામાજિક તત્વો ઉપર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ત્યારે એસ.ઓ.જી સ્ટાફ ધજાળા પોલીસ સ્ટેશન. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ.અમરભા કનુભા ગઢવીએ ખાનગી બાતમીદાર દ્વારા મળેલ બાતમી આધારે સોશ્યલ મીડીયામાં હથિયાર સાથે ફોટો અપલોડ કરનાર ઈસમની તપાસ કરી પકડી પાડી ફોટો અપલોડ કરનાર મજકુર ઈસમનું નામઠામ પુછતા પોતે પોતાનું હરસુખભાઇ રમેશભાઈ રોજાસરા ધંધો-ખેતીકામ રહે .સાંગોઇ તા.સાયલા જી.સુરેન્દ્રનગર વાળો હોવાનું જણાવેલ તેમજ પોતે ફોટામાં ધારણ કરેલ હથિયાર પોતાના દાદા કમાભાઇ મોહનભાઇ રોજાસરા ધંધો-ખેતીકામ રહે સાંગોઇ તા.સાયલા જી.સુરેન્દ્રનગર નાઓનુ હોવાનું જણાવેલ હતું. જેથી ઈસમ હરસુખભાઇ રમેશભાઇ રોજાસરા હથિયારનો પરવાનો ધરાવતા ના હોવા છતા તેમજ પરવાનાધારક કમાભાઇ મોહનભાઇ રોજાસરા નાઓએ પોતાનુ પરવાનાવાળુ ડબલ બેરલ બારાબોર હથિયાર આ હરસુખભાઇ નાઓને કબ્જામાં આપેલ અને હરસુખભાઇએ સોશિયલ મીડીયા ફેસબુક ઉપર હથિયાર સાથે ફોટો અપલોડ કરેલ હોયતેમજ સદરહુ હથિયાર રીન્યુ ન થયેલ હોય ધજાળા પોલીસ સ્ટેશન. ખાતે જમા હોય જેથી બંને ઈસમો (૧) હરસુખભાઈ રમેશભાઇ રોજાસરા ધંધો-ખેતીકામ રહે સાંગોઇ તા.સાયલા જી.સુરેન્દ્રનગર (૨) કમાભાઈ મોહનભાઈ રોજાસરા ધંધો-ખેતીકામ રહે સાંગોઇ તા.સાયલા જી.સુરેન્દ્રનગર વિરુધ્ધ આર્મ્સ એક્ટ કલમ 25 (1-B)a,29(8) મુજબ ધજાળા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો.
આ કામગીરીમાં પીઆઈ બી.એચ.શીંગરખીયા, પીએસઆઇ એન.એ.રાયમા, પીએસઆઇ આર.જે.ગોહિલ, એચસી અમરભા કનુભા ગઢવી, પીસી રવિરાજભાઈ મેરૂભાઇ, મુન્નાભાઇ નાનજીભાઇ રાઠોડ, અશ્વિનભાઇ કરશનભાઇ વાઘેલા સહિત પોલીસ અધિકારી/કર્મચારીની રોકાયેલ હતા.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top