આ બનાવની જાણવા મળતી વિગત મુજબ આ કામે ફરીયાદીના ધંધાના જી.એસ.ટી. નંબરમાં ઓફીસનુ સરનામુ બદલવાના અને ધંધામાં એચ.એસ.એન.કોડ અને ધંધાનો હેતુ બદલવા સારૂ અને મેમો નહી આપવા સારૂ આ કામના આરોપીએ પ્રથમ રૂપિયા 50,000/-ની માંગણી કરી, રકજકના અંતે રૂ.૧૫,૦૦૦/- આપવાનુ નક્કી કરી હતી. જ્યારે તે પૈકી રૂ.૫,૦૦૦/- પ્રથમ લાંચ પેટે લીધેલ હતાં અને બાકીના રૂ.૧૦,૦૦૦/- પછી આપવા જણાવેલ હતું. જે લાંચના નાણાં ફરીયાદી આરોપી સુરેન્દ્રસિંહ હરિસિંહ પુરોહીત, રાજ્ય વેરા અધિકારી, વર્ગ-૨, સહાયક રાજ્ય વેરા કમિશનરશ્રીની કચેરી, ઘટક-૨૪, ત્રીજો માળ, બ્લોક નંબર-૨૦, જુના સચિવાલય, ગાંધીનગરનાને આપવા માંગતા ન હોય તેથી એ.સી.બી.નો સંપર્ક કરતાં તા.૩ માર્ચના રોજ સહાયક રાજ્ય વેરા કમિશનરશ્રીની કચેરી, ઘટક-૨૪, ત્રીજો માળે ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનુ આયોજન કરતાં છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાત-ચીત કરી લાંચના રૂપિયા ૧૦,૦૦૦/-નાણાં સ્વિકારી સ્થળ ઉપર પકડાઇ જઇ, ગુનો કરેલ હતો. ત્યારે આ કાર્યક્રમમાં ટ્રેપીંગ ઓફીસર એચ.બી.ચાવડા ફીલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર ગાંધીનગર એ.સી.બી. એકમ રહ્યા હતા જ્યારે સુપર વિઝન અધિકારી એ.કે.પરમાર મદદનીશ નિયામક ગાંધીનગર એ.સી.બી. એકમ સહિતનાઓએ સફળ કામગીરી બજાવી હતી.
એ.સી.બી.ની સફળ ટ્રેપ:ગાંધીનગર રાજ્ય વેરાનો કર્મચારી લાંચના નાણાં સ્વિકારી સ્થળ ઉપર પકડાયો
March 01, 2025
0

Tags
Share to other apps