ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.ડી. ચાવડાને સસ્પેન્ડ કર્યા

0
એસએમસી દ્વારા રેડ પાડી કુલ રૂ. 83,89,075નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. ચાવડાને રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવે સસ્પેન્ડ કર્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. ત્યારે ઉલ્લેખનીય છે કે આ કાર્યવાહી ૧૩-૨-૨૫ના રોજ થયેલી કેમિકલ ચોરીના કેસમાં કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરીંગ સેલ ( એસએમસી) દ્વારા રેડ પાડીને રૂ. ૮૩ લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડવા આવ્યો હતો. ગાંધીનગર એસએમસી દ્વારા કરવામાં આવેલી આ રેડને લઈને પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
ત્યારે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા બાયપાસ પર રામાપીર મંદિર પાસે પોલીસે દરોડા દરમિયાન ૪ આરોપીઓને ૩૦ હજાર કિલો કેમિકલ જપ્ત કર્યો હતો. પોલીસે દરોડામાં કુલ રૂ. 83,89,075નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જેમાં 30,000 કિલો કેમિકલ (રૂ. 33.30 લાખ), બે વાહનો (રૂ. 50 લાખ), 35 બેરલ, 25 કેરબા, મોટર, પાઇપ અને ચાર મોબાઈલ ફોનનો સમાવેશ થાય હતો. આ બનાવમાં ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમા ગુનો દાખલ કર્યો હતો.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top